કન્સ્ટ્રક્શન સાઈટના કોરોના પોઝિટિવ ત્રણ મજૂર ફરાર થતા નોંધાઈ ફરિયાદ

0
25
Share
Share

અમદાવાદ,તા.૦૩

કોરોના વાયરસ કેટલા અંશે ગંભીર છે અને કેવી રીતે તેનું સંક્રમણ વધી શકે છે. આ તમામ બાબતોની જાગૃતિ લોકોમાં આવે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. અને કોરોના પોઝિટિવ વ્યક્તિએ પણ શું તકેદારી રાખવી જોઈએ તે અંગે ની જાણ પણ લોકો ને કરવામાં આવી છે. છતાં પણ કેટલાક લોકો આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં ના લેતા હોય તેમ લાગી રહ્યું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ અનેક દર્દીઓ ફરાર થઈ ગયા હોય તેવા બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં જોવા મળ્યો છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા પાંચ શ્રમિકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ ત્રણ શ્રમિકો ફરાર થઈ ગયા છે. શ્યામલ ચાર રસ્તા પાસે

આવેલ શિલ્પ ઝવેરી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા પાંચ શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં બે લોકોને સમરસ હોસ્ટેલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે ત્રણ શ્રમિકો ફરાર થઈ ગયા છે. પોલીસને આ બાબતની જાણ કરતા જ ફરિયાદ નોંધીને હાલ માં આ ત્રણેય શ્રમિકોની શોધખોળ શરૂ કરી છે. પોલીસ એ આ ત્રણેયની વિરુદ્ધમાં ઇ પી કો કલમ ૧૮૮, ૨૭૦ અને ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ ની કલમ ૫૧ (બી) તથા ધી એપેડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ની કલમ ૩ મુજબ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ઈન્દોરથી આવેલો એક યુવકને ઓઢવ ચેકપોસ્ટ ઉપર કોરોના પોઝિટિવ મળ્યો હતો. જેને હોસ્ટેલમાં રાખવામાં આવ્યો હતો. જોકે, બીજા દિવસે તકનો લાભ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેના પગલે ઓઢવ પોલીસે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેની શોધખોળ શરૂ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here