કન્નડ ફિલ્મોના દિગ્ગજ મ્યૂઝિક-કમ્પોઝર રાજનનું ૮૭ વર્ષની વયે નિધન

0
16
Share
Share

બેંગ્લુરુ,તા.૧૨

કન્નડ ફિલ્મોના દિગ્ગજ મ્યુઝિક-કમ્પોઝર રાજન-નાગેન્દ્ર જોડી ફેમ રાજનનું નિધન થયું છે. ૮૭ વર્ષના રાજને રવિવારે સાંજે બેંગ્લુરુ સ્થિત પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. આશરે ૨૦ વર્ષ પહેલાં તેમણે પોતાના નાના ભાઈ નાગેન્દ્રને ગુમાવી દીધા હતા. રાજન-નાગેન્દ્ર હિન્દી સિનેમાની ફેમસ જોડીઓ શંકર-જયકિશન, લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને કલ્યાણજી-આનંદજીના વર્ગના મ્યુઝિક-કમ્પોઝર હતા. તેમને કન્નડ ફિલ્મોના કલ્યાણજી-આનંદજી તરીકે ઓળખવામાં આવતા હતા.

એક વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન રાજનના દીકરા અનંત કુમારે કહ્યું કે તેઓ એકદમ સ્વસ્થ હતા અને ઓનલાઈન મ્યુઝિક ક્લાસ લેતા હતા. છેલ્લા બે દિવસથી તેમને અપચો હતો અને રવિવારે રાતે ૧૧ વાગ્યે અંતિમ શ્વાસ લીધા.

રાજન-નાગેન્દ્રની જોડીએ ૫ દશકાના લાંબા કરિયરમાં આશરે ૩૭૫ ફિલ્મમાં સંગીત આપ્યું હતું. એમાં આશરે ૨૦૦ કન્નડ ફિલ્મો હતી અને અન્ય તમિળ, તેલુગુ, મલયાલમ, હિન્દી અને સિંહલા ભાષાની ફિલ્મો છે. રિપોર્ટ પ્રમાણે, તેમનું નામ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી એક્ટિવ રહેનારી કમ્પોઝર જોડીનો રેકોર્ડ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here