કડી તાલુકા પંચાયતના પ્રમુખ અને પૂર્વ પ્રમુખના રાજીનામા, ભાજપ સંકટમાં

0
37
Share
Share

કડી,તા.૧૧

કડી તાલુકા પંચાયતના રાજકારણમાં વધુ એક વખત ગરમાવો આવી ગયો છે. કડી તાલુકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખે પોતાના રાજીનામા આપી દીધા છે. તાલુકા પ્રમુખ રમીલાબેન પટેલ અને પૂર્વ પ્રમુખ સપનાબેન પટેલે પોતાના રાજીનામા આજે આપ્યા છે. બંન્ને સભ્યોએ વિકાસ અધિકારીને આપેલા રાજીનામામાં અંગત કારણોસર રાજીનામા આપવાનો ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે, આ બંન્ને પંચાયતના અપક્ષ સભ્યો છે.

કડી તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઇ હતી ત્યારે કુલ ૩૦ સીટમાંથી ભાજપ-કોંગ્રેસના ફાળે ૧૪-૧૪ સીટ આવી હતી. જ્યારે બે સીટ પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા. ત્યારબાદ ભાજપે બે અપક્ષ ઉમેદવારની મદદથી સત્તા હસ્તગત કરી હતી. કડી તાલુકા પંચાયતની ટર્મ આગામી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ રહી છે.

હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નવા પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ શકે છે. પરંતુ એવી પણ શક્યતા છે કે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની હોવા છે, જો હાલ પ્રમુખની નિમણૂક ન થાય તો વહીવટદાર આગામી ડિસેમ્બર મહિના સુધી પ્રમુખનો ચાર્જ સંભાળી શકે છે. હાલ તો બંન્ને અપક્ષ સભ્યોએ રાજીનામા આપતા ભાજપ ફરી સંકટમાં આવી ગયું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here