કડાણા ડેમમાં પાણીની આવક ઘટતા ૩ ગેટથી ૪૪,૯૩૦ ક્યુસેક પાણી મહીનદીમાં છોડાયું

0
20
Share
Share

મહીસાગર,તા.૧

મહી નદીમાં પાણી ઓસરતા વડોદરા, આણંદ અને ખેડા જિલ્લાના નિચાણવાળા વિસ્તારના રહેતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ૫૬,૬૩૪ ક્યુસેક છે. જેની સામે કડાણા ડેમના ગેટ ૫ ફૂટ ખોલી ૨૪,૯૩૦ ક્યુસેક પાણી તેમજ ૬૦ મેગાવોટના ચાર પાવર હાઉસ કાર્યરત રાખવામાં આવ્યા છે. તેમજ પાવરહાઉસ મારફતે ૨૦,૦૦૦ ક્યુસેક પાણી થઇ કુલ ૪૪,૯૩૫ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ડેમમાં ૬૦ મેગાવોટના ૪પાવર હાઉસ કાર્યરત થયા છે. જેથી ૨૪૦ મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. હાલમાં ડેમનું જળસ્તર ૪૧૭ નોંધાવા પામ્યું છે. જે ૧ સપ્ટેમ્બરના રુલ લેવલ કરતા એક ફૂટ વધારે અને ડેમની ભયજનક સપાટી ૪૧૯ ફૂટ કરતાં ૨ ફૂટ ઓછું છે. મહી નદીમાં પાણી છોડવાનું ઓછું કરવામાં આવતા મહી નદી પર આવેલ હાડોડ બ્રિજ તેમજ આંત્રોલી બ્રિજ પર ના પાણી ઓસર્યા છે. જેથી વાહન વ્યવહાર અને અવરજવર શરુ થઈ શકશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here