કચ્છ : વાયોરમાં ૪ હજારની લાંચની રકમ ચાવી જનાર પોલીસ કર્મી ડીએનએ ટેસ્ટમાં ફસાયો

0
21
Share
Share

ભુજ તા. ૨૩

જુલાઇ માસમાં વાયોર પોલીસ મથકના કોન્સ્ટેબલને ૪૦૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી લીધો હતો. પોલીસ કર્મી ચલણી નોટ ચાંઉ કરી જતા મોઢામાંથી ચલણી નોટો કઢાવી ડીએનએ ટેસ્ટ કરાવાયું હતુ. નોટ પરની લાળ મેચ થઇ જતા મજબુત પુરાવો બની ગયો છે. ડીએનએ ટેસ્ટ કરાવાયો હોય તેવો કચ્છનો આ પ્રથમ કિસ્સોે છે. દેશી દારૂની ભઠ્ઠીનો કેસ નહીં કરવા બદલ વાયોર પોલીસના કોન્સ્ટેબલ મયુરસિંહ અજીતસિંહ સોઢાએ એક શખ્સ પાસેથી ચાર હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ૨૧ જુલાઇના રોજ એસીબીએ ટ્રેપ ગોઠવી મયુરસિંહને ૪૦૦૦ લાંચ લેતા રંગેહાથે દબોચી લીધો હો. એસીબીની ટ્રેપ થઇ ગઇ હોવાની જાણ થતા મયુરસિંહ લાંચની રકમમાં મળેલી નોટો ચાવીને ગળી જવાનો પ્રયાસ કર્યો હતો. એસીબીની ટીમે તાત્કાલિક તબીબોને બોલાવી તેના મોઢામાંથી ચલણી નોટો કઢાવી હતી. ચાંઉ કરી ગયેલી નોટ પર લાળ કોન્સ્ટેબલની જ હોવાનું સાબિત કરવા માટે એસીબીએ આ ચલણી નોટનું ડીએનએ ટેસ્ટ કરવા માટે ગાંધીનગર એફએસએલમાં મોકલી હતી. આ ટેસ્ટ બે મહિને આવી જતા ચલણી નોટ પરની લાળ મયુરસિંહની જ હોવાનું સ્પષ્ટ થયું હતુ. ગુનાની તપાસમાં એસીબી માટે ડીએનએ પ્રોફાઇલ એક મજબુત પુરાવો પુરવાર થશે. એન્ટી કરપ્શન બ્યુરો ડીએનએનું પ્રોફાઇલીંગ કરાવ્યો હોય તેવો કચ્છનો આ પ્રથમ કિસ્સો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here