કચ્છ : માનકુવામાં મંજુરી વગરનાં વિસ્ફોટકો જપ્ત કરતી પોલીસ

0
18
Share
Share

ભુજ, તા.૧૮

ભુજના કેરા-મુંદરા રોડ પર એસ્સાર પેટ્રોલ પંપ નજીક ઉબડખાબડ જગ્યા પરથી પોલીસે વિસ્ફોટક તરીકે વપરાતી ૩૩૯ જીલેટીન સ્ટીક, ૫૩૨ મીટર લાંબો ડીટોનેટીંગ ફ્યુઝ વાયર અને ૨૪૩ નંગ ઈલેકટ્રોનીક ડીટોનેટર જપ્ત કર્યા છે. વિસ્ફોટક સામાન જેમા લેવાયો હતો તે જીજે૧૨બીએફ ૬૦૩૫ નંબરની સ્કોર્પિયો કાર પણ જપ્ત કરાઈ છે. અહીં આવેલી ટેકરાવાળી જમીનને સમથળ કરવાના હેતુથી સંબંધિત તંત્રોની મંજુરી વગર સુરક્ષા જોખમાય તે રીતે આ વિસ્ફોટકો સફેદ રંગની સ્કોર્પિયો કારમાં લવાયા હતા.

બે બીનઅધિકૃત અને લાયસન્સ વગરના મજુરો પાસે ૧૨૪ જેટલા ડીટોનેટીંગ ફ્યુઝ જમીનમાં પ્લાન્ટ કરાવાયા હતા. ગત મંગળવારે રાત્રે સાડા દસ વાગ્યે બાતમીના આધારે માનકૂવા પોલીસે સ્થળ પર ત્રાટકીને વિસ્ફોટકો અને સ્કોર્પિયો કાર જપ્ત કરી હતી. બનાવ સંદર્ભે બીજા દિવસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના તજજ્ઞો અને બોમ્૫ ડિસ્પોઝલ સ્કવોડને સ્થળ પર બોલાવાઈ હતી. બોમ્પ ડિસ્પોઝલ સ્કવોડે જમીનમાં પ્લાન્ટ કરાયેલા વિસ્ફોટકો બહાર કાઢવામાં જોખમ હોવાનુ જણાવતા પોલીસે વડોદરાના ડેપ્યુટી ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝીવ્યસની મંજુરી લઈ ૧૩મીના રોજ તજજ્ઞોની ઉપસ્થિતિમાં ભુજ-મુંદરા રોડ બંધ કરાવી ૩ બ્લાસ્ટ કરાવીને વિસ્ફોટકોનો નાશ કરાવ્યો હતો. માનકૂવાના પોલીસ ઈન્સ્પેકટર કે.બી.વિહોલે વિગતો આપતા જણાવ્યું કે, ભુજના ઠક્કર નામના શખ્સે ટેકરાવાળી-ઉબડખાબડ જમીન સમથળ કરવા માટે ભુજના સરપટ નાકે રહેતા કોન્ટ્રાકટર પિતા પુત્ર મોહમ્મદ આસીફ જુણસ કુંભારને કામ સોંપ્યુ હતુ. જમીનમાં જીલેટીનના ટોટાઓ ફોડીને સમથળ કરવા માટે ભાવગનરના બોટાદના ગઢડા સ્વામીના આશાપુરા ટ્રેડીંગના ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમ્ભા નટવરસિંહ ચૌહાણને કામ સોંપાયુ હતુ. વિહોલે જણાવ્યું કે એકસ્પોલઝીવ લાયસન્સ ધરાવતી પેઢી અને વ્યક્તિ જ આ કામ કરવા અધિકૃત હોય છે. વિસ્ફોટકોનુ જે વાહનમાં પરિવહન થતુ હોય છે તે વાહન પણ ખાસ હોય છે પરંતુ ધમ્ભાએ બેદરકારી દાખવી સાદી સ્કોર્પિયો કારમાં વિસ્ફોટકો મોકલી તેમજ બે બીનઅધિકૃત મજૂરો પાસે જમીનમાં પ્લાન્ટ કરાવી ગંભીર બેદરકારી દાખવી છે. પોલીસ જ્યારે સ્થળ પર ત્રાટકી ત્યારે જમીનમાં વિસ્ફોટકો પ્લાન્ટ કરી રહેલા ઘનશ્યામ ઉર્ફે સુરેશ શામજી કોલી અને પ્રવિણભાઈ અરજણ કોલી નાસી ગયા હતા. એક અઠવાડિયા લાંબી ચાલેલી કાર્યવાહીના અંતે ગત રાત્રે માનકૂવા પોલીસે ધમ્ભા અને બંને મજૂરો વિરૂઘ્ધ આઈપીસી ૨૮૬, એકપ્લોઝીવ્સ એકટની કલમ ૯ (બી) (૧) (બી) હેઠળ ગુનો નોંઘ્યો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here