કચ્છ તળાવમાં નવા નીરના વધામણા સમયે યુવક ડુબ્યો, શોધખોળ શરૂ

0
18
Share
Share

મુંદ્રા,તા.૧૮

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે કચ્છમાં તળાવમાં નવા પાણીના વધામણા કરતી વખતે એક યુવકના ડૂબવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે મુન્દ્રાના તળાવમાં ધારાસભ્યની હાજરીમાં નવા નીરના વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે નવા નીરને વધાવવા નાળિયેર અર્પણ કરાયું હતું. આ નાળિયેર લેવા જતાં યુવક ડૂબી ગયો હતો. યુવક તળાવમાં ડૂબી જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એક ધારાસભ્યની હાજરીમાં આ દુર્ઘટના થતાં ભારે ચકચાર જાગી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here