કચ્છમાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપઃ રાપરથી ૨૩ કિમી દૂર કેન્દ્રબિંદુ

0
13
Share
Share

ભૂજ,તા.૨૪

કોરોનાની મહામારી વચ્ચે વધુ કુદરતી આફત માનવ માથે મંડરાઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. ત્યારે આજે બપોરે ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદું રાપરથી ૨૩ કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખની છે ગત ૧૪ અને ૧૫ જૂનને રવિવારે રાત્રે ૮.૧૩ કલાકે ૫.૩નો ભૂકંપ આવ્યા બાદ સતત ગુજરાતમાં આફ્ટરશોક અનુભવાઇ રહ્યા છે. ૧૫ જૂનને રવિવારે બપોરે ૧૨ઃ૩૦થી ૧ વાગ્યા સુધીમાં ગાળામાં ૨ કંપનો અનુભવાયા હતા. તેમાં પણ પાંચ મિનિટના અંતરે બે મોટા આંચકા અનુભાવાયા હતા. ૪.૬ રિક્ટર સ્કેલનો ૧૨ઃ૫૭ તથા ૩.૬નો ૧ઃ૦૧ કલાકે આવ્યો હતો. જેમાં તમામનું કેન્દ્રબિંદુ ભચાઉની આસપાસ રહ્યું હતું. ભૂંકપ આવતા ભુજમાં લોકો ઘર બહાર દોડી ગયા હતા. તો ભચાઉ આસપાસ ગ્રામીણ વિસ્તારોમાં મકાનોને તિરાડો પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here