કચ્છમાં વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાનાં કારણે લોકોમાં ભારે ડર

0
21
Share
Share

કચ્છ,તા.૯

કચ્છમાં વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાનાં કારણે લોકોમાં ભારે ડર વ્યાપિ ગયેલો જોવામાં આવી રહ્યો અને લોકો હવે કહી રહ્યા છે કે, હે ભગવાનપ.! આ શું થઇ રહ્યું છે. કહી શકાય કે, પાછલા લાંબા સમયથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત ભૂકંપન અનુભવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કચ્છ, જામનગર અને વિસાવદ સહિતનાં વિસ્તારો અનેક વખત પાછલા થોડા મહિનામાં ધરા ઘણઘણી ચૂક્યા છે, તો દક્ષિણ ગુજરાતમાં વાપી-વલસાડની સ્થિતિ પણ આવી જ છે. આમ તો આ તમામ સમયે મહારાષ્ટ્રની ગુજરાત સરહદનો વિસ્તાર પણ ભૂકંપન અનુભવી ચૂક્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી સતત ધ્રુજતી કચ્છની ધરેએ લોકોમાં ચિંતા ભરી દીધી છે.

કચ્છમાં ફરી એજ સવારે ભૂકંપનો આંચકો અનુભાયો છે. સવારે ૮.૩૪ મિનિટે અનુભવાયેલો ભૂંકપનો આંચકો ઓછી તિવ્રતાનો હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી દૂર નોર્થ વેસ્ટમાં ૧૪.૪ કિલોમિટરે નોંધવામાં આવે છે. ગુજરાતનાં સંદર્ભા જો વાત કરીએ તો ભૂંકપ અને જાન્યુઆરીને દિલ દહેલાવતો સબંધ છે.

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ કોઇ પણ ભૂલ્યુ નહી હોય તેવી ખુવારી ભૂકંપે નોતરી હતી અને આજે પણ લોકો ભૂકંપનાં નામથી થથરે છે. બસ ૨૬ જાન્યુઆરી પણ નજીક જ છે અને ગોઝારા ભૂકંપને ૨૬ જાન્યુઆરી ૨૦૨૧નાં રાજ વિસ વર્ષ થઇ જશે, પરંતુ  પાછલા બે-ત્રણ દિવસથી સતત આવી રહેલા ભૂકંપે લોકને ભયભીત કરી દે છે. એવામાં ફરી એક વખત ભૂકંપના આંચકો લોકોને કંપાવી ગયા હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here