કચ્છમાં પાંચ દિવસમાં ભૂકંપના ૫ આંચકાથી લોકોમાં ડરનો માહૌલ

0
26
Share
Share

કચ્છ,તા.૨૦
દિવાળીના સપરમા દિવસોમાં સૌકોઇ તહેવારોની ઉજવણીમાં વ્યસ્ત હતા. આ દરમ્યાન એટલે કે પાંચ દિવસ દરમ્યાન જુદા-જુદા સમયે ૧.૩ થી લઇને ૨.૩ ની તીવ્રતાના ૫ આંચકા કચ્છનાં વિવિધ વિસ્તારોમાં અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ચિંતા ફેલાઇ હતી. કચ્છમાં વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ સમયાંતરે નાના-મોટા ધરતીકંપના આંચકા આવતા જ રહે છે. ત્યારે દિવાળીના પર્વમાં પણ જુદા-જુદા સમયે ૬ આંચકા અનુભવાયા હતા.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીમાં નોંધાયેલા આંકડા પ્રમાણે તા.૧૪નાં રોજ સવારે ૭ઃ૨૫ વાગ્યે દુધઇ પાસે ૨.૧ ની તીવ્રતાનો, તા.૧૬નાં રોજ સવારે ૪ઃ૪૮ વાગ્યે ખાવડા પાસે ૧.૬ ની તીવ્રતાનો, સવારે ૭ઃ૫૦ વાગ્યે રાપર પાસે ૧.૬ ની તીવ્રતાનો, તા.૧૮નાં રોજ સવારે ૧૧ઃ૦૫ વાગ્યે ધોળાવીરા પાસે ૧.૭ ની તીવ્રતાનો અને તા.૧૯નાં રોજ બપોરે ૧ઃ૫૬ વાગ્યે ૨.૩ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. સમયાંતરે આવેલા આંચકાના પગલે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. પૂર્વ કચ્છમાં જ્યારથી વાગડ ફોલ્ટલાઇન સક્રિય બની છે ત્યારથી આંચકાઓનું પ્રમાણ વધ્યું છે, ત્યારે તે વિસ્તારમાં ભૂ-સંશોધનની માગ પણ વધી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here