કચ્છમાં ખનીજ ચોરને પકડવા ગયેલી પોલીસ પર લોકોએ કર્યો પથ્થરમારો

0
16
Share
Share

કચ્છ,તા.૩૦

પચ્છમના જુણા ગામના ડુંગર પાસે ખનીજ ચોરી પકડવા પહોંચેલા પોલીસ ટુકડી પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામા એક પીએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલ ઘાયલ થયા છે. ઘાયલ પીએસઆઈ સહિત અન્ય લોકોને ગંભીર ઈજા થતા ભુજ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કચ્છમાં પોલીસ ટુકડી પર અંદાજે ૧૫૦ લોકોના ટોળાએ પથ્થરમારો કર્યોપોલીસ તરફથી મળતી વિગતો મુજબ જુણા ગામના ૧૦૦ થી ૧૫૦ લોકોના ટોળાએ પોલીસ પર આ હુમલો કર્યો હતો. પોલીસની ટીમ પગી સાથે ખનીજચોરોને ઝડપવા જુણા ડુંગરે પહોંચ્ચી હતી.

આ દરમિયાન પીએસઆઈ યુવરાજસિંહ જાડેજા અને પો.કો. મહિપતસિંહ વાઘેલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હેડ કોન્સ. માણશી ગઢવી, ડ્રાઇવર કેસરભાઇ ચૌધરી અને પગી રાયબજી પણ ઇજાગ્રસ્ત થયા હતા.કચ્છમાં પોલીસ ટુકડી પર અંદાજે ૧૫૦ લોકોના ટોળાએ પથ્થરમારો કર્યોકચ્છમાં પોલીસ ટુકડી પર અંદાજે ૧૫૦ લોકોના ટોળાએ પથ્થરમારો કર્યોઘાયલોને ખાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા. પી.એસ.આઇ. જાડેજા તથા પોલીસ કોન્સ. મહિપતસિંહની હાલત વધુ ગંભીર જણાતાં ભુજ ખસેડવામાં આવ્યા છે. નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલ ખાવડા દોડી ગયા હતા. જ્યારે જિલ્લા પોલીસ અધીક્ષક સૌરભ તોલંબિયા પણ ખાવડા પહોંચ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here