કચ્છમાં આધેડના પૃષ્ઠભાગે ડંડો ઘૂસાડી હેવાનિયતનો વિડીયો વાયરલ, પોલીસ નિંદ્રામાં

0
25
Share
Share

કચ્છ,તા.૨૫

નલિયા નજીક જખૌના ૫૦ વર્ષના આધેડના પૃષ્ઠભાગે ડંડો ઘૂસાડી જૂલમ આચરાતી ક્લિપ વાયરલ થતા ચકચાર મચી છે. આ ચોંકાવનારી ઘટના અને તેની પાછળ રહેલાં ભેદભરમો હવે બે મહિના બાદ બહાર આવતા લોકોમાં અરેરાટી વ્યાપી છે. આધેડ પર ચાર શખ્સોએ હિચકારો હુમલો કરીને જઘન્ય કૃત્ય આચરી ક્લિપ વાયરલ કરી હતી. આવી ગંભીર ઘટનામાં નલિયા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થયા છે.

બનાવની વિગત એવી છે કે, ૧૫મી એપ્રિલના રોજ જખૌમાં રહેતો એક ગરીબ દેવીપૂજક આધેડ દવા લેવા નલિયા આવ્યો હતો. લૉકડાઉનના લીધે વાહનો બંધ હોઈ સાંજે ચાર વાગ્યે તે નલિયાના બાંભડાઈ ફળિયાવાળા રસ્તે પગપાળા જખૌ પરત જવા નીકળ્યો હતો. ત્યારે, સીમાડે ચાર યુવકોએ તેને આંતર્યો હતો. આ યુવાનોએ આધેડને અટકાવી માર મારી તેને જમીન પર ઊંધો સૂવડાવી ગુદાભાગની અંદર બળપૂર્વક જાડો ડંડો ઘૂસાડી દઈ ભયાનક શારીરિક યાતના આપી હતી. એટલું જ નહીં તે ઘટનાનું મોબાઈલમાં વિડિયો રેકોર્ડિંગ કરી તેની ક્લિપ બીજા લોકોને મોકલી પિશાચી આનંદ લૂંટ્યો હતો.

આ ઘટના અંગે ૧૭મીના રોજ દાખલ થયેલી એક ફરિયાદ મુજબ ચાર નરાધમોએ નિર્દોષ આધેડ પર ગુજારેલાં જૂલમની બે મિનિટની વીડિયો કલીપ મોબાઈલની મદદથી બનાવી અને તેને વાયરલ કરેલી. આમ છતાં ફરિયાદમાં આઈટી એક્ટની કલમ ૬૬-ઈ ધરાર દાખલ કરાઈ નથી. ફરિયાદમાં આઈટી એક્ટની કલમ ૬૬ ઈનો ઉમેરો અને પીઆઈને તપાસ સોંપવા એસપી ને એએસપીની લેખિત રજુઆત કરાઈ છે. પશ્ચિમ કચ્છ એસપીને લેખીત રજૂઆત કરનાર એએસપીની બાર દિવસમાં ભુજ બદલી થઇ જતા ભીનું સંકેલવાની ભીતિ સેવાઈ રહી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here