કચ્છની તમામ સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ માટે પ્રતિબંધ

0
42
Share
Share

કચ્છ,તા.૩

કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાયેલા પગલાં મુજબ કચ્છ જિલ્લા પંચાયતની કચેરીઓમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કચેરીના મુખ્ય દરવાજાને બંધ રાખ્યો છે અને અધિકૃત લોકોને જ પ્રવેશ અપાઈ રહ્યો છે. જ્યારે વિકાસ અધિકારી પ્રભાવ જોશીના આદેશથી મુખ્ય દરવાજા પર આ જ અંગેની સૂચના આપી દેવામાં આવી છે. જાણ વગર કચેરી સુધી આવનારા મુલાકાતીઓ અરજદારોને ઓનલાઇન અને ઓફલાઇન સંપર્કની સમજ આપવામાં આવી રહી છે.

આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, આ કોરોનાની મહામારી વચ્ચે કચેરીમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. લોકોના અરજદારો મુલાકાતીઓને ઓનલાઇન ટપાલ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરવા જણાવી રહ્યું છે. તેમજ પ્રજાકીય પ્રતિનિધિ તરીકે તેમણે લોકોને સતત ફોન અને ઓનલાઈન સહયોગ મળશે તેવી ખાતરી આપી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here