કચ્છઃ સંથવારા બેટ નજીકથી વધુ ૨૧ પેકેટ ચરસના રેઢા મળ્યા

0
45
Share
Share

કચ્છ, તા.૨૯

છેલ્લા એક સપ્તાહથી કચ્છના સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ દરીયાઇ વિસ્તારમાંથી બિનવારસુ ચરસના પેકેટ મળી આવવાનો સીલસીલો જારી રહ્યો હોય તેમ ગત રવિવારે સંથવારા બેટ પાસેથી નારાયણ સરોવર પોલીસને વધુ કેફી દ્રવ્યના ૨૧ પેકેટો મળી આવ્યા હતા. નારાયણ સરોવર પોલીસે રવિવારે સંથવારા બેટ પાસે પેટ્રોલિંગમાં નીકળી હતી, સર્ચ ઓપરેશન દરમિયાન ક્રીક વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સવારથી બપોર સુધીના પ્રયત્ન બાદ ચરસના ૨૧ બિનવારસુ પેકેટ મળી આવ્યા હતા. કચ્છના દરીયાઇ વિસ્તારમાંથી મળી આવતા બિનવારસુ ચરસના પેકેટ સુરક્ષા એજન્સીઓ માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે, છેલ્લા કેટલાક સમયથી માત્ર ચરસના પેકેટ જ પકડાય છે પણ જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવામં સુરક્ષા એજન્સી અને પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે.ગત વર્ષે પણ નારાયણ સરોવર પોલીસે ડ્રગ્સ શોધવામાં સફળતા મેળવી હતી ત્યારે રવિવારે પેટ્રોલિંગ દરમિયાન બિનવારસુ ચરસના ૨૧ પેકેટ મળી આવ્યા હતા. દરીયાઇ વિસ્તારમાં હજુ ચરસના કેટલા પેકેટ છે તેનો કોઇ અંદાજ લગાવી શકાય એમ નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here