કચ્છઃ ગાંજા સાથે ઝડપાયેલા બે શખ્સોની કબુલાતને આધારે વધુ બે ઝડપાયા

0
21
Share
Share

ભુજ, તા.૧૧

ગત સવારથી હાથ ધરાયેલી કામગીરીમાં એસઓજીએ એક કિલો કરતાં વધુ ગાંજા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યાં છે. બાતમીના આધારે એસઓજીની ટીમે બે અલગ અલગ દરોડા પાડી ગાંજાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

હાલ દરોડાની કામગીરી ચાલું હોઈ વધુ વિગતો સાંપડી શકી નથી. બંને આરોપીઓની હાથ ધરવામાં આવેલી પૂછપરછમાં પાકિસ્તાનને અડકીને આવેલા કચ્છમાં ગાંજાના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ સમુદ્રમાંથી કરોડોની કિંમતના બીનવારસુ નશીલા પદાર્થના પેકેટો સમયાંતરે મળી આવે છે ત્યારે સુરક્ષા એજન્સીઓએ આ સમગ્ર કૌભાંડની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here