કચરાપેટીમાં ત્યજી દેવાયેલી બાળકીને ઉછેરી અનાથાશ્રમે ૧૮ વર્ષે ધામધૂમથી કરાવ્યા લગ્ન

0
33
Share
Share

સુરત,તા.૨૧

ગુજરાતમાં બાળકીઓને કચરાપેટીમાં સહિત ત્યજી દેવાના અનેક કિસ્સાઓ સામે આવતાં હતા. જન્મ થતાંની સાથે જ ભલે સગી માજ બાળકીઓની દુશ્મન બની જતી હોય છે. પણ આ બાળકીઓને કોઈને કોઈનો સહારો મળી જ રહેતો હોય છે. તેવામાં સુરતમાં માનવતા મહેકી ઉઠે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અનાથાશ્રમ દ્વારા કચરાપેટીમાં ત્યજી દેવાયેલી બાળકીને ઉછેરી ૧૮ વર્ષ બાદ આજે તેના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. સુરતના લંબે હનુમાન રોડ પરની એક કચરાપેટીમાંથી મળેલી નવજાત બાળકી લક્ષ્મી સમાજની મુખ્ય ધારામાં જોડાવા જઈ રહી છે. કતારગામનું અનાથાશ્રમ જે બાળકીનું આશ્રય સ્થાન બન્યું હતું તે આજે પિયર બની ગયું છે. જન્મ થતાં ત્યજી દીધેલી બાળકી અહીં આવેલી લક્ષ્મી ગૃહ લક્ષ્મી બની ગઈ હતી. માતાપિતા બની ટ્રસ્ટીઓએ કન્યાદાન કર્યું હતું.

તેમજ સ્ટાફ અને બાળાઓ પિયરીયા બન્યા હતા. આ શુભ પ્રસંગે આશ્રમના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે કતારગામ સ્થિત ૧૨૦ વર્ષ જુના મહાજન અનાથ બાળાશ્રમમાં આ રીતે અનોખા લગ્ન યોજાયા રહ્યા છે. અત્યાર સુધી ૧૭ દીકરીઓનાં લગ્ન યોજાયા અને લક્ષ્મી ૧૮મી દીકરી છે. અઢાર વર્ષ પહેલાં લંબે હનુમાન રોડ પરની કચરાપેટીમાંથી મળી આવેલી બાળકીને આશ્રમમાં લક્ષ્મી નામ અપાયું હતું. તે ૧૮ વર્ષની થતા યોગ્ય વર શોધીને લગ્ન યોજાયા હતા. વર્ષો પહેલા ચાઇલ્ડ વેલફેર કમિટીના આદેશથી લક્ષ્મીને આશ્રમ લવાઇ હતી. એટલું જ નહીં તે આશ્રમની લાડકી દીકરીઓ પૈકીની એક છે. તેના માટે ટ્રસ્ટીઓએ અરજી મંગાવી દીકરીના ભવિષ્ય અંગે તકેદારી રાખીને અડાજણના કશ્યપ મહેતાને વર તરીકે પસંદ કર્યો છે.

એટલું જ નહીં લક્ષ્મીના સાસુ-સસરાનું કહેવું છે કે એ લક્ષ્મી વહુ નહીં પણ દીકરી છે એમ માનીને પોતાના દીકરા સાથે લગ્ન કરાવ્યા છે અને દીકરી લઈ જઈ રહ્યાં છે. લક્ષ્મીએ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કર્યો હતો. લક્ષ્મી સ્પોર્ટસ અને યોગામા ઘણી હોશિયાર છે. કરાટેમાં બ્લેક બેલ્ટ સુધી તે પહોંચી છે. કશ્યપ મેહતા સંગીતના ક્લાસ ચલાવે છે. તેણે ઉચ્ચ અભ્યાસ કર્યો છે. કશ્યપના પિતા મેહુલભાઈ મહેતા સ્પોકન ઈંગ્લીશ ક્લાસ ચલાવે છે. તેના પિતા આ બાળાશ્રમમાં સેવા કરતા હતા. ત્યારે તેઓને લક્ષ્મીને જોઈ હતી. તેના દીકરાના લગ્ન માટે ટ્રસ્ટીઓ અને લક્ષ્મીને વાત કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here