કંગના રનૌત કાયદાથી ઉપર નથી,તેની તપાસ કરવામાં આવેઃ ભાજપ નેતા પ્રવીણ દારેકર

0
26
Share
Share

મુંબઇ,તા.૨૪

મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિપક્ષી નેતા અને ભાજપના નેતા પ્રવીણ દારેકરે કહ્યું કે જો કંગના રનૌત ડ્રગ્સ એડિક્ટ છે તો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ તેની વિરુદ્ધ પણ તપાસ કરવી જોઇએ. ભાજપ નેતાએ કહ્યું હતું કે કંગના રનૌત કાયદાથી ઉપર નથી. તેમણે કહ્યું જો કંગનાએ કહ્યું છે કે તેણીને ડ્રગ્સની લત હતી તો એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) એ તપાસ કરવી જોઈએ. આપણા દેશમાં કાયદો બધા માટે સરખો છે.

દ્ગઝ્રમ્ કથિત બોલિવુડ અને ડ્રગ્સ રેકેટ વચ્ચેની સાંઠગાંઠની તપાસ કરી રહ્યું છે. આ કેસમાં એજન્સીએ અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. બિહાર પોલીસે તેના અભિનેતા પ્રેમી સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા માટે કથિત રીતે ધરપકડ કરી હતી. હાલ સીબીઆઈ આ કેસની તપાસ કરી રહ્યું છે.

દ્ગઝ્રમ્એ મુંબઇમાં ડ્રગ્સ કેસમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહની પૂછપરછ માટે સમન્સ રજૂ કર્યા છે. તપાસ એજન્સીએ ૨૦૧૭ની વોટ્‌સએપ ચેટ્‌સના આધારે આ અભિનેત્રીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ ચેટ ટેલેન્ટ એજન્ટ જયા સાહાના મોબાઇલ ફોન પરથી મળી છે. તેને લઇ સુશાંતસિંહ રાજપૂતનાં મોત સાથે જોડાયેલા ડ્રગ કેસની તપાસમાં પ્રશ્નો ઉભા થયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here