કંગના રનૌતની વધી મુશ્કેલીયો, કર્ણાટક પોલીસે દાખલ કર્યો કેસ

0
21
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૪

કર્ણાટકના તુમકુરૂ જિલ્લામાં કંગના રનૌતની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કંગના ટિ્‌વટર ઉપર ખુબજ બેબાક નિવેદનો આપે છે. પરંતુ પોતાના એક ટિ્‌વટના કારણે તે હવે તે કાનૂની કાર્યવાહીમાં ફસાતી નજરે પડી રહી છે. ખેડૂતોને લઈને ૨૧ સપ્ટેમ્બરે કરેલા એક ટિ્‌વટે તેને મુશ્કેલીમાં મુકી દીધી છે. કંગનાની વિરૂદ્ધ આ ટિ્‌વટને લઈને કર્ણાટકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગયા સપ્તાહે તુમકુરૂ કોર્ટના આદેશના આધાર ઉપર સોમવારે જિલ્લામાં એક પોલીસ સ્ટેશનમાં ખેડૂતોની વિરૂદ્ધ નિવેદનને લઈને કંગના રનૌતની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પ્રથમ વર્ગ ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટે ૯ ઓક્ટોબરે પોલીસને વકીલ એલ.રમેશ નાઈકની ફરિયાદ ઉપર એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

નાઈકે આઈએનએસને કહ્યું કે, મારો કેસ બોલિવૂડની જાણીતી અભિનેત્રી કંગના રનૌતની વિરૂદ્ધ છે, આ કેસ પબ્લિસિટી માટે નહીં પરંતુ એ જણાવવા માટે છે તે જે કરી રહી છે તે બરાબર નથી. જ્યારે ખેડૂતો સરકારની કોઈપણ પોલિસીની વિરૂદ્ધ રસ્તા પર ઉતરે છે તો તેનો મતલબ એ નથી કે તે આતંકી છે, જેવુ કે તે વિચારે છે. મેં એવા કોઈ વિરોધમાં ભાગ લીધો છે તો શું હું આતંકવાદી છું ? મને તેના પર તેની સફાઈ જોઈએ છે અને એટલા માટે આ કેસ કરી રહ્યો છું. કૃષિ બિલને લઈને કંગના રનૌતે ૨૧ સપ્ટેમ્બરે એક ટિ્‌વટ કર્યું હતું. કંગનાએ પોતાના આ ટિ્‌વટમાં લખ્યું હતું કે વડાપ્રધાનજી કોઈ સુતુ હોય તો તેને જગાડી શકાય છે.

જેને ખોટો વહેમ હોય તેને સમજાવી શકાય છે પરંતુ જે સુવાની એક્ટિંગ કરે, ના સમજવાની એક્ટિંગ કરે તેને તમારા સમજાવવાથી શું ફર્ક પડશે ? આ આતંકી છે. ઝ્રછછથી એક પણ માણસની સિટિજનશિપ નથી ગઈ પરંતુ એ લોકોએ લોહીની નદીઓ વહાવી દીધી. તેના આ ટિ્‌વટ પછી ખુબ જ ટ્રોલ પણ થઈ હતી. ઘણા લોકોએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને કહ્યું કે તેણે ખેડૂતોનું અપમાન કર્યું છે અને તેને લઈને કેટલીક જગ્યાએ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું છે. જો કે પછી કંગના રનૌતે પોતાની સફાઈમાં કહ્યું કે તેણે ખેડૂતોનું અપમાન નથી કર્યું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here