મુંબઇ,તા.૧૧
બૉલિવુડ અભિનેત્રી કંગના રનોતને બૉમ્બે હાઈકોર્ટે સોમવારે દેશદ્રોહ મામલે મોટી રાહત આપી છે. બૉમ્બે હાઈકોર્ટે કંગના રનોતને ધરપકડથી મળેલી અંતરિમ રાહતનો સમય વધારીને ૨૫ જાન્યુઆરી કરી દીધો છે. તમને જણાવી દઈએ કે સાત નવેમ્બરે કંગના રનોત સામે મુંબઈની બાંદ્રા પોલિસ સ્ટેશનમાં નોંધાવેલ એફઆઈઆર સામે દેશદ્રોહ કેસની સુનાવણીમાં મુંબઈ હાઈકોર્ટે કંગનાને ધરપકડમાંથી રાહત આપી હતી. જેને સોમવારે કોર્ટે વધારીને હવે ૨૫ જાન્યુઆરી સુધી કરી દીધી છે.
લ્લેખનીય છે કે કંગના અને તેની બહેન રંગોલી ચંદેલ દ્વારા સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરવા અને સાંપ્રદાયિક તણાવ ભડકાવવાના આરોપમાં પોલિસમાં એફઆઈઆર નોંધાવી હતી. કંગના અને તેની બહેન રંગોલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા નફરત અને સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન કરવાનો આરોપ લગાવ્યો હતો.