કંગના આગામી ફિલ્મમાં ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે

0
33
Share
Share

કંગનાએ તેની અપકમિંગ પોલિટિકલ ડ્રામા ફિલ્મની ટ્‌વીટ દ્વારા માહિતી આપી, સ્ક્રિપ્ટ, નિર્દેશન સાઈ કબીર કરશે

મુંબઇ, તા. ૨૯

સતત ચર્ચામાં રહેતી અને પોતાની ફિલ્મ્સ તથા બિન્દાસ અંદાજને લીધે લોકોના દિલો પર રાજ કરતી કંગના રનૌતે તેની એક નવી ફિલ્મની જાહેરાત કરી છે. જેમાં તે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. કંગનાએ તેના ટિ્‌વટર હેન્ડલ પર આ ફિલ્મ અંગે જાણકારી આપી છે. જ્યારે આ ફિલ્મ તેના પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે.

કંગના રનૌતે તેની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરતાં લખ્યું કે, આ વાતની જાહેરાત કરતાં ખૂબ ખુશી થઇ રહી છે કે મારા ખાસ મિત્ર સાઇ કબીર અને હું એક પોલિટિકલ ડ્રામા માટે સાથે આવ્યા છે. આને મણિકર્ણિકા ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવશે. જ્યારે તેની સ્ક્રિપ્ટ અને નિર્દેશન સાઇ કબીર કરી રહ્યાં છે.

કંગનાએ ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલ પોતાનો થ્રોબેક લુક શેર કર્યો છે. આ તસવીર શેર કરતાં તેણે લખ્યું કે, આ એક આયકોનિક મહિલા વિશે ફોટોશૂટ છે, જે મેં મારા કરિયરની શરૂઆતમાં કર્યું હતું. એ સમયે મને એટલી જાણ હતી કે એક દિવસ આ આયકોનિક લીડરનું પાત્ર હું પડદા પર જરૂર ભજવીશ.

કંગના અનુસાર, આ ફિલ્મ એક પુસ્તક પર આધારિત છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ લગભગ સંપૂર્ણ રીતે તૈયાર થવાની છે. ફિલ્મ ઇન્દિરા ગાંધીની બાયોપિક નથી. પરંતુ આ ફિલ્મમાં ૧૯૭૫ની કટોકટી અને ઓપરેશન બ્લૂ સ્ટાર સાથે જોડાયેલી વસ્તુઓને દર્શાવવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here