કંગનાને ડ્રગ્સની આટલી બધી ચિંતા હોય તો પોતાના રાજ્યથી શરૂઆત કરેઃ ઉર્મિલા માતોડકર

0
19
Share
Share

મુંબઇ,તા.૧૬

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ લિંક સામે આવ્યા બાદ બોલિવુડની ’ક્વીન’ કંગના રનૌત આ મુદ્દે ઘણું કહી ચૂકી છે. ડ્રગ્સ મુદ્દે કંગના રનૌતે ઘણા બોલિવુડ સેલેબ્સ પર આરોપ લગાવીને તેમનો બ્લડ ટેસ્ટ કરાવવાની માગ કરી હતી. દરમિયાન આ બાબતે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વગોવાઈ રહી છે ત્યારે સાંસદ જયા બચ્ચને આ મામલે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ખરાબ ગણવી યોગ્ય નથી. ત્યારે હેમા માલિનીએ પણ જયા બચ્ચનનું સમર્થન કર્યું હતું. હવે ઉર્મિલા માતોંડકરે બોલિવુડના ડ્રગ કલ્ચર વિશે પ્રતિક્રિયા આપી છે.

ઉર્મિલા માતોંડકરે કહ્યું કે, “તેને (કંગના) હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર તોળાઈ રહેલા ડ્રગ્સના ખતરાની આટલી જ ચિંતા હોય તો તેણે પોતાના રાજ્યથી શરૂઆત કરવી જોઈએ.” મીડિયા રિપોર્ટ મુજબ, ઉર્મિલાએ કહ્યું કે, “આખો દેશ ડ્રગ્સ સંબંધિત સમસ્યા વેઠી રહ્યો છે. શું તેને ખબર છે કે હિમાચલ ડ્રગ્સનું ગઢ છે? તેણે આ લડાઈની પોતાના રાજ્યથી શરૂઆત કરવી જોઈએ. આ વ્યક્તિ જેને કરદાતાઓના રૂપિયાથી રૂ સિક્યોરિટી આપવામાં આવી છે તે પોલીસને ડ્રગ્સ રેકેટ વિશે કેમ નથી જણાવતી?”

કંગનાએ થોડા દિવસ પહેલા મુંબઈની સરખામણી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથે કરી હતી. આ મુદ્દે પણ ઉર્મિલાએ તીખી પ્રતિક્રિયા આપી છે. રિપોર્ટ મુજબ ઉર્મિલાએ કહ્યું, “મુંબઈ સૌની છે. આ શહેરને જેણે પણ પ્રેમ કર્યો છે તેને શહેરે પ્રેમ આપ્યો છે. આ શહેરની દીકરી હોવાથી હું તેની છબિ ખરડનારી કોઈ વાત સાંખી નહીં લઉં. જ્યારે તમે આ પ્રકારની ટિપ્પણી કરો છો ત્યારે માત્ર શહેર નહીં તેમાં રહેતા લોકોને પણ અપમાનિત કરો છો.”

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here