કંગનાના ટ્‌વીટ પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું

0
18
Share
Share

અમે બહુ નાના લોકો છીએ, તેની પાછળ પ્રધાનમંત્રી કાર્યાલય

મુંબઈ,તા.૧૪

અભિનેત્રી કંગના રનૌતને લઇ શિવસેનાના સંજય રાઉતે ફરી નિવેદન આપ્યું છે. કંગનાએ ચંદીગઢ પહોંચ્યા બાદ ટ્‌વીટ કરી હતી કે આ વખતે તેઓ મુંબઇમાં ‘બચી ગઇ’. તેમણે લખ્યું કે ‘આજે એ દિવસ છે કે જીવ બચ્યો તો લાખો મળ્યા’ કંગનાના ટ્‌વીટ પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ‘અમે બહુ નાના લોકો છીએ. આટલી મોટી મહાન વ્યક્તિ કંઇ કહી રહી છે તો તેના પર વાત કરવી ઠીક નથી. તેની પાછળ પ્રધાનમંત્રી કાર્યાલય, દેશની સરકાર ઉભી છે, મને લાગે છે કે તેના પર વાત કરવી ઠીક નથી. કેન્દ્ર સરકાર જવાબ આપશે. મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન હતું કે મારી ખામોશીને મારી મજબૂરી ના સમજો. તેના પર સંજય રાઉતે કહ્યું કે ‘સમજનાર માટે ઇશારો જ પૂરતો છે.

રાઉતે આગળ કહ્યું કે મુંબઇ શહેર લૉ એન્ડ ઓર્ડર મેન્ટેન કરનારું શહેર છે. આ શહેરને, એ રાજ્યને કોઇ બદનામ કરે છે તો એ રાજ્યનો લૉ એન્ડ ઓર્ડરનો પ્રશ્ન થાય છે. કેન્દ્ર એ હસ્તક્ષેપ કરવાની જરૂર હોતી નથી. નેવી અધિકારી પર હુમલા સાથે જોડાયેલ પ્રશ્ન પર રાઉતે એક ટીવી ચેનલને કહ્યું કેપબીજા રાજ્યોમાં આ પ્રકારના હુમલા થયા નથી? યુપીમાં તો એક કેપ્ટનની હત્યા ઘરમાં ઘૂસીને થઇ. આવા કેટલાંય કિસ્સા છે. કોઇ અધિકારી હોય કે કોઇ સામાન્ય વ્યક્તિ હોય, કોઇની ઉપર આવો હુમલો થવો જોઇએ નહીં. તેમણે કહ્યું કે આરોપી શિવસૈનિકોને તરત અરેસ્ટ કર્યા. તેમણે એમ પણ કહ્યું કે આવું કેમ થયું તેની પણ તપાસ કરાવી જોઇએ. લોકોનું મન કેમ ભડકયું છે, આ કોઇ વિચારતું નથી. રાજનીતિ ખૂબ થાય છે. કંગના આજે સવારે મુંબઇથી ચંદીગઢ પહોંચી છે. ત્યાં ઉતરતા જ તેમણે ટિ્‌વટ કરી કે મારી સિક્યોરિટી નામ માત્ર રહી ગઇ છે. લોકો ખુશીથી અભિનંદન પાઠવી રહ્યા છે.

લાગે છે કે આ વખતે હું બચી ગઇ, એક દિવસ હતો જ્યારે મુંબઇમાં માતાના આંચલની શીતળતા મહેસૂસ થતી હતી આજે એ દિવસ છે જ્યારે જીવ બચ્યો તો લાખો મળ્યા, શિવસેના થી સોનિયા સેના હોવાથી મુંબઇમાં આતંકી પ્રશાસનની બોલબાલા. બીજી એક ટિ્‌વટમાં તેમણે રાઉતનું એક જૂનું નિવેદન શેર કરતાં લખ્યું, દિલ્હીના દિલને ચીરીને ત્યાં આ વર્ષે લોહી વહે છે. સોનિયા સેના એ મુંબઇમાં આઝાદ કાશ્મીરના નારા લગાવ્યા, આજે આઝીદીની કિંમત માત્ર અવાજ છે. મને મારો અવાજ આપો, નહીં તો એ દિવસ દૂર નથી જ્યાં આઝાદીની કિંમત માત્ર અને માત્ર લોહી હશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here