કંગનાએ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્‌વીટનો આપ્યો જવાબ

0
31
Share
Share

આ ટ્‌વીટની કન્ટેન્ટની નહીં, પણ હું તેના સંદર્ભની પ્રશંસા કરું છું

મુંબઈ,તા.૨૮

જ્યારથી સુશાંત સિંહ રાજપૂતનું નિધન થયું છે ત્યારથી જ કંગના ચર્ચામાં છે. કંગના રનૌઉત સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે અને અવાર નવાર કોઈ ને કોઈ મુદ્દા પર વાત કરતી જોવા મળે છે. જો કે હાલમાં જ તેના ટ્‌વીટર પરથી શરુ થયેલું યુદ્ધ છેક બિલ્ડીંગના તોડફોડ સુધી પહોંચી ગયું હતું. સાથે જ કંગના બોલિવૂડની પોલ ખોલવામાં પણ કોઈથી પાછળ નથી. આ બધાની વચ્ચે ફરી એકવાર કંગના ચર્ચામાં આવી છે અને આ વખતે કારણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક ટિ્‌વટ છે.

જેને કંગનાએ રીટ્‌વીટ કરીને પોતાની વાત કહી છે. હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટિ્‌વટ કર્યું હતું. ટ્રમ્પે પોતાના ટિ્‌વટમાં લખ્યું છે કે, હું ભારપૂર્વક માંગ કરું છું કે જો બીડેનનો ડ્રગ ટેસ્ટ મંગળવારે રાત્રે અથવા તેના પહેલાં કરવામાં આવે. આ સાથે ટ્રમ્પે કહ્યું કે તે પોતાનો ડ્રગ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટ્‌વીટ પર કંગના રનૌતે પોતાના બે બોલ કહ્યા છે. કંગનાએ ટ્‌વીટને રીટ્‌વીટ કરીને ટ્રમ્પની પ્રશંસા કરતાં લખ્યું કે, ‘આ ટ્‌વીટની કન્ટેન્ટની નહીં, પણ હું તેના સંદર્ભની પ્રશંસા કરું છું.

તેમાં કોઈ શંકા નથી કે ડ્રગ્સ લેવાનો આરોપ એ કાળા ધબ્બા જેવો છે, જો કે તે માતાના ગર્ભાશય અથવા માનસિક બીમારી જેવા ઉપનામ આપવા કરતાં વધુ સારું છે. આપણે સમાજના રૂપમાં એ જાણવું જોઈએ કે તેમાં એવું શું છે જે આપણે ખરેખર શરમજનક માનીએ છીએ. કંગનાની રીટ્‌વીટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે અને તેના ટિ્‌વટ પર તેના ફેન્સ ઘણી ટિપ્પણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કંગના છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડની સામે ખુલ્લેઆમ એકલા હાથે લડી રહી છે. કંગનાએ હાલમાં જ આવી અનેક ટ્‌વીટ્‌સ કરી હતી અને બોલિવૂડ સ્ટાર્સ પર ડ્રગ્સ અંગે આરોપ લગાવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here