ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે પસંદ ન થતા સુર્યકુમારે તોડી ચુપ્પી, કહ્યું

0
18
Share
Share

હું થોડો નિરાશ થઈ ગયો હતો પરંતુ મારી આ સફર ચાલુ રહેશે

ન્યુ દિલ્હી,તા.૨૧

ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ નહીં થનાર સૂર્યકુમાર ન માત્ર નિરાશ થયો પરંતુ ક્રિકેટ જગત સાથે જોડાયેલા લોકોને પણ શોક લાગ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સનો આ સ્ટાર સંયુક્ત આરબ અમીરાતમાં ઈન્ડિયન પ્રિમીયર લીગ ૨૦૨૦ દરમિયાન શાનદાર બેટિંગ કરીને પોતાની દાવેદારી સિલેક્ટર્સ સમક્ષ નોંધાવી હતી. સૂર્યકુમારને ટીમ ઈન્ડિયામાંથી બહાર રાખવા પર ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીથી લઈને સીમિત ઓવર માટેના વાઈસ કેપ્ટન રહેનારા રોહિત શર્માએ પણ પોતાની પ્રતિક્રિયા જતાવી હતી. ૩૦ વર્ષના સૂર્યકુમાર યાદવે ૈંઁન્ની ૧૩મી સીઝનની ૧૬ મેચમાં ૪૦ની સરેરાશથી ૪ અર્ધદશકની સાથે ૪૮૦ રન બનાવ્યા હતા.

આ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આ સીઝનમાં ઈશાન કિશન(૫૧૬) અને ક્વિંટન ડી કોક(૫૦૩) પછીનો ત્રીજો બેટ્‌સમેન છે, જેણે સૌથી વધુ રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયામાં જગ્યા ન મળવા પર સૂર્યકુમારે પોતાની ચુપ્પી તોડી છે. તેણે પોતાને પસંદ ન કરવા પર કહ્યુ હતું, જ્યારે ઓસ્ટ્રેલિયા ટુર માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી તો હું નિરાશ થયો હતો. મારી ટીમમાં પસંદગીની મને સંપૂર્ણ ખાતરી હતી. મે ૈંઁન્માં સારી બેટિંગ કરી હતી. છેલ્લા બે વર્ષમાં મેં માત્ર ૈંઁન્ નહીં પરંતુ વ્હાઈટ બોલ ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કર્યું છે.

સૂર્યકુમારે આ અંગે વાત કરતા કહ્યું હતું કે, હું થોડો નિરાશ થઈ ગયો હતો. પરંતુ મારી આ સફર ચાલુ રહેશે. સિલેક્ટ ન થવા પર મેં વધારે વિચારવાની કોશિશ કરી નથી. સૂર્યકુમારે ખુલાસો કર્યો છે કે, જે વખતે હું જિમમાં હતો, તે વખતે ઓસ્ટ્રેલિયાની ટુર માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી હતી. પસંદ ન થવાને લીધે મેં મારી ટ્રેનિંગ અડધેથી છોડી દીધી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here