ઓસ્ટ્રેલિયા સામે ભારતની ૮૨ રનની લીડ, રહાણેની સદી

0
23
Share
Share

રહાણેની દમદાર ઈનિંગ્સની મદદથી ટીમ ઈન્ડિયા મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા પર દબાણ બનાવવામાં સફળ રહી છે

નવી દિલ્હી,તા.૨૭

પહેલા બોલર્સ અને પછી અજિંક્ય રહાણેની દમદાર ઈનિંગ્સની મદદથી ટીમ ઈન્ડિયા મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા પર દબાણ બનાવવામાં સફળ રહી છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે ૫ વિકેટના નુકસાન પર ૨૭૭ રન બનાવી લીધા છે આ સાથે જ ભારતે ૮૨ રનની લીડ પણ મેળવી છે. અજિંક્ય રહાણે ૧૦૪ રનની ઈનિંગ્સ ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું છે. હાલમાં રહાણેની સાથે રવિન્દ્ર જાડેજા પણ ૪૦ રન બનાવીને હજુ ક્રિઝ પર છે. આ પહેલા બોક્સિંગ ડે ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કરતા મેજબાન ઓસ્ટ્રેલિયાને ૧૯૫ રન પર જ ઓલઆઉટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ ૧ વિકેટના નુકસાન પર ૩૬ રનથી બીજા દિવસે રમતની શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારાએ સ્કોર ૫૦ને પાર પહોંચાડ્યો. જોકે પુજારા અને ગિલના આઉટ થયા બાદ ટીમ મુશ્કેલીમાં જણતી હતી. એવામાં રહાણેએ કેપ્ટનની જવાબદારી નીભાવતા ક્રિઝ પર ટકી રહીને સદી ફટકારી. તે બીજા દિવસની રમતના અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો. રહાણેએ મેલબોર્ન ટેસ્ટમાં બીજા દિવસે સદી ફટકારી છે. આ રહાણેની ૧૨મી ટેસ્ટ સદી હતી. જેમાં તેણે ૧૧ ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ રહાણે મેલબોર્નમાં સદી ફટકારનારો બીજો ભારતીય કેપ્ટન બની ગયો છે. આ પહેલા સચિન તેંડુલકરે આ જ મેદાન પર ૧૯૯૯-૨૦૦૦માં સદી ફટકારી હતી. બીજા દિવસની રમત શરૂ થયા બાદ યુવા ખેલાડી શુભમન ગિલે કેટલાક શાનદાર શોટ્‌સ માર્યા હતા. પરંતુ ૬૧ રનના સ્કોરે ગિલ આઉટ થઈ ગયો હતો. તેણે ૬૪ બોલમાં ૪૫ રન બના્‌યા હતા. બીજી તરફ રવિન્દ્ર જાડેજાએ પણ રિષભ પંતના આઉટ થયા બાદ રહાણે સાથે સારી એવી પાર્ટનરશીપ કરી હતી. રહાણે અને જાડેજાએ મળીને છઠ્ઠી વિકેટ માટે ૧૦૪ રનની પાર્ટનરશીપ બનાવી છે.

સ્કોરબોર્ડ

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ :

બર્ન્સ   કો. પંત બો. બુમરાહ    ૦૦

વેડ     કો. જાડેજા બો. અશ્વિન   ૩૦

લાબુસેન        કો. ગિલ બો. સિરાજ    ૪૮

સ્મિથ   કો. પુજારા બો. અશ્વિન  ૦૦

હેડ     કો. રહાણે બો. બુમરાહ  ૩૮

ગ્રીન    એલબી બો. સિરાજ      ૧૨

પેઈન   કો. વિહારી બો. અશ્વિન  ૧૩

કમિન્સ કો. સિરાજ બો. જાડેજા  ૦૯

સ્ટાર્ક   કો. સિરાજ બો. બુમરાહ ૦૭

લિયોન એલબી બો. બુમરાહ     ૨૦

હેઝલવુડ       અણનમ ૦૪

વધારાના               ૧૪

કુલ     (૭૨.૩ ઓવરમાં ઓલઆઉટ)   ૧૯૫

પતન  : ૧-૧૦, ૨-૩૫, ૩-૩૮, ૪-૧૨૪, ૫-૧૩૪, ૬-૧૫૫,  ૭-૧૫૫, ૮-૧૬૪, ૯-૧૯૧, ૧૦-૧૯૫.

બોલિંગ : બુમરાહ : ૧૬-૪-૫૬-૪, યાદવ : ૧૨-૨-૩૯-૦, અશ્વિન : ૨૪-૭-૩૫-૩, જાડેજા : ૫.૩      -૧-૧૫-૧, સિરાજ : ૧૫-૪-૪૦-૨.

ભારત પ્રથમ દાવ :

અગ્રવાલ       એલબી બો. સ્ટાર્ક       ૦૦

ગિલ    કો. પેઇન બો. કમિન્સ   ૪૫

પુજારા  કો. પેઇન બો. કમિન્સ   ૧૭

રહાણે  અણનમ ૧૦૪

હનુમા વિહારી   કો. સ્મિથ બો. લિયોન   ૨૧

પંત    કો. પેઇન બો. સ્ટાર્ક     ૨૯

જાડેજા  અણનમ ૪૦

વધારાના               ૨૧

કુલ     (૯૧.૩ ઓવરમાં ૫ વિકેટે)      ૨૫૫

પતન : ૧-૦, ૨-૬૧, ૩-૬૪, ૪-૧૧૬, ૫-૧૭૩

બોલિંગ : સ્ટાર્ક : ૧૮.૩-૩-૬૧-૨, કમિન્સ : ૨૨-૭-૭૧-૨, હેઝલવુડ : ૨૧-૬-૪૪-૦, લિયોન : ૧૮-૨-૫૨-૧, ગ્રીન : ૧૨-૧-૩૧-૦

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here