ઓસી.ના પૂર્વ ક્રિકેટર ગ્રેગ ચેપલે ભારતના વખાણ કર્યા

0
30
Share
Share

ભારતીય ખેલાડીઓની તુલનામાં ઓસી.ના યુવા ખેલાડીઓ હજી પ્રાથમિક શાળામાં છે

મેલબોર્ન,તા.૨૩

ટીમ ઇન્ડિયાએ આ મહિને ઓછા અનુભવી યુવા ખેલાડીઓની સાથે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરે ટેસ્ટ શ્રેણીમાં ૨-૧થી પરાજિત કર્યું હતું. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્રેગ ચેપલે આ માટે પોતાની ટીમ અને મેનેજમેન્ટની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ભારતીય યુવા ખેલાડીઓની તુલનામાં ઓસ્ટ્રેલિયન યુવા ખેલાડીઓ હજી પ્રાથમિક શાળામાં છે.

મોર્નિંગ હેરાલ્ડ માટે એક કોલમમાં ચેપલે લખ્યું કે, “અમારા યુવા ક્રિકેટરો ભારતીય કરતા ઘણા નબળા છે. ભારતીય ખેલાડીઓ ૧૬ વર્ષની ઉંમરથી જ પડકારજનક મેચ રમવા માટે ટેવાયેલા છે.

ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ ચેપલે લખ્યું છે કે, મને ચિંતા છે કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ વિલ પુકોવસ્કી અને કેમેરોન ગ્રીન અનુભવની દ્રષ્ટિએ હજુ પ્રાથમિક શાળામાં છે. તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ક્રિકેટમાં થતા ખર્ચાનો મોટો તફાવત દર્શાવતા કહ્યું હતું કે, તમે આ ઇલેક્ટ્રિક કારના યુગમાં ૧૯૬૦ની હોલ્ડિંગ્સ કાર બનાવી શકતા નથી.

ચેપલે કહ્યું કે, બીસીસીઆઇ તેના ક્રિકેટરો પર કરોડો રૂપિયા ખર્ચ કરે છે. તેની તુલનામાં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેની સ્થાનિક ટૂર્નામેન્ટ શેફિલ્ડ શિલ્ડ પર ફક્ત ૩૨૧ કરોડ રૂપિયા ખર્ચે છે. તે બંને વચ્ચેનું માત્ર અંતર નથી, પરંતુ પેસિફિક મહાસાગરનો સમાન તફાવત છે.

જો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા જલ્દી તેમાં સુધારો નહીં કરે તો તે આપણા ક્રિકેટ માટે એક મોટું નુકસાન સાબિત થશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here