ઓસી. કોચ લેન્ગરે કહ્યું, વિરાટ મારી કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ ખેલાડી

0
19
Share
Share

મેલબોર્ન,તા.૧૩

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ માત્ર પ્રથમ ટેસ્ટ રમશે. ૧૭ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં તે પ્રથમ ટેસ્ટ પછી પેટરનીટિ લીવ પર ભારત પાછો આવી જશે. કોહલીના નીકળી જવા અંગે ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે કહ્યું કે, ‘તે સર્વશ્રેષ્ઠ ખેલાડી છે અને મારી કારકિર્દીમાં તેના જેવો બેટ્‌સમેન જોયો નથી. કોહલી માત્ર શ્રેષ્ઠ બેટિંગ જ કરતો નથી, પરંતુ તેના અંદર રમત પ્રત્યે જોશ અને જુસ્સો છે. તે હંમેશાં મેદાન પર જુસ્સામાં હોય છે. તેના નીકળી જવાથી ટીમ પર અસર પડશે’.

તેમણે કહ્યું કે, એ સવાલ નથી કે અમે તેના રમવાથી ખુશ છીએ. અમે કોહલીના નિર્ણયનું સન્માન કરીએ છીએ. કેમ કે તેણે બાળકના જન્મ માટે ન રમવાનો નિર્ણય લીધો છે. અમે એ પણ જાણીએ છીએ કે, છેલ્લા પ્રવાસમાં અમે તેની સામે સીરિઝ હારી ગયા છીએ. ટીમ ઈન્ડિયાએ ૨૦૧૮-૧૯ના અંતિમ સમયમાં ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સીરિઝમાં ૨-૧થી હરાવી હતી. કોહલીએ સીરિઝમાં ૪૦.૨૮ની સરેરાશ સાથે ૨૮૨ રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા વર્તમાન પ્રવાસમાં ત્રણ વનડે અને ત્રણ ટી૨૦ મેચ રમવાની છે. રોહિત લીમિટેડ ઓવરની સીરિઝ રમશે નહીં પરંતુ ટેસ્ટમાં રમી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here