ઓવૈસી ભાજપની કઠપૂતળીઃ ઊર્દૂ શાયર મુનવ્વર રાણા

0
18
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૩

પ્રસિદ્ધ ઊર્દૂ શાયર મુનવ્વર રાણાએ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદૂલ-મુસ્લિમીનના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીને સૂઅર કા બચ્ચા અને બીજા મુહમ્મદ અલી જિન્નાહ ગણાવ્યા હતા.

તેમણે ઓવૈસીની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું કે આવા નેતાઓ મુસ્લિમોને બરબાદ કરી રહ્યા હતા. અગાઉ રાણાએ ફ્રાન્સમાં મુસ્લિમોએ કરેલા આતંકવાદી હુમલાને વાજબી ગણાવતાં વિવાદાસ્પદ વિધાનો કર્યાં હતાં. હવે એ ઓવૈસી પર વરસી પડ્યા હતા.

રાણાએ કહ્યું કે ઓવૈસીએ બિહારની ચૂંટણીમાં ઝંપલાવવાની જરૂર શી હતી. માંડ માંડ મહાગઠબંધનની સરકાર બને એવી સ્થિતિ હતી ત્યારે આ માણસે આવીને બાજી બગાડી નાખી.

બન્યું એવું કે ઓવૈસીએ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને બિહારના સીમાંચલ વિસ્તારમાં પાંચ બેઠકો જીતી લીધી હતી. મહાગઠબંધન અને બીજા પક્ષો ઓવૈસીને મતકટવા એટલે કે પોતાના મતો ઝૂંટવી જનાર ગણાવતા હતા. એ વિધાન સાથે સંમત થતાં રાણાએ કહ્યું કે ઓવૈસી ભાજપની કઠપૂતળી હતો. એણે બિહારમાં ભાજપને વધુ બેઠકો મળે એ માટેજ પોતાના ઉમેદવારો ઊભા કર્યા હતા. એને કારણે મુસ્લિમોના મતો વહેંચાઇ ગયા હતા. રાણાએ બિહારના મુસ્લિમોની પણ ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે બિહારી મુસ્લિમો તમે રાજી થાઓ કે તમારા મતોએ ભાજપને સત્તા આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here