ઓવૈસીની સાથે બિહારની અનેક પાર્ટીએ હાથ મિલાવ્યા

0
18
Share
Share

બિહાર ચૂંટણીમાં વધુ એક ગઠબંધન

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એઆઈએમઆઈએમના અસદુદ્દિન ઓવૈસીએ નવા ગઠબંધન સાથે ઝંપલાવ્યું છે

પટણા,તા.૯

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એઆઈએમઆઈએમના અસદુદ્દિન ઓવૈસીએ એક નવા ગઠબંધન સાથે ઝંપલાવ્યું છે. ઓવૈસીની પાર્ટી સાથે બિહારની અનેક પાર્ટીઓએ હાથ મિલાવી એક ત્રીજા મોરચાની રચના કરી છે. બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન અને મહાગઠબંધન સિવાયનું એક નવું જ ગઠબંધન સામે આવ્યું છે, જેનું નામ છે ગ્રૈંડ ડ્રેમોકેટિક સેક્યૂલર ફ્રંટ. આ ગઠબંધનમાં અસદુદ્દિન ઓવૈસીની એઆઈએમઆઈએમ, ઉપેંદ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી, માયાવતીની બહુજન સમાજપાર્ટી, દેવેન્દ્ર પ્રસાદ યાદવના સમાજવાદી જનતા દળ ડેમોક્રેટિક, ડો. સંજય ચૌહાણની જનવાદી પાર્ટી અને ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સામેલ છે. ઉપેન્દ્ર કુશવાહાને આ ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ગુરુવારે આ તમામ પક્ષોએ પટનામાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રાસ કોન્ફરન્સ બાદ ઓવૈસીએ મીડિયાને જણાવ્યું કે અમારી પાર્ટી છેલ્લા પાંચ વર્ષથી બિહારમાં મહેનત કરી રહી છે. મને આશા છે કે આ ચૂંટણીમાં અમને અમારી મહેનતનું ફળ અવશ્ય મળશે. અમારી પાર્ટી ઉપેન્દ્ર કુશવાહા દ્વારા બનાવવામાં આવેલા ગઠબંધનમાંની એક છે. અમે બિહારની ૧૯ સીટો ઉપર ચૂંટણી લડીશું. ભાજપ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપની અંદર અભિમાન છે. તેમને તો એવું જ લાગે છે કે લઘુમતિ મતદાતાઓ તેમના ગુલામ છે. મારા વિરોધીઓ મારા વિરુદ્ધ જેટલું બોલશે તેનાથી બમણી તાકાત વડે અમે કામ કરીશું. હાથરસની ઘટના અંગે ઓવૈસીએ કહ્યું કે હવે એવી થિયરી રજૂ કરવામાં આવે છે કે આ એક ષડયંત્ર હતું. જ્યાં પમ સરકારથી ભૂલ થાય છે ત્યાં તેઓ ષડયંત્રનો એજન્ડા ચલાવે છે. ઉત્તર પ્રદેશ સરકાર પોતાની ભૂલ છુપાવવા માટે આવું કરી રહી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here