ઓલિમ્પિક્સ ૨૦૨૧: એથ્લેટે પેટનો ખાડો પુરવા લાઈફ ટ્રેક બદલવો પડ્યો

0
26
Share
Share

ટોક્યો ઓલિમ્પિકની તૈયારી કરી રહેલો દોડવીર એમોઝ જેકબ તેની તાલીમ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં અસમર્થ

નવી દિલ્હી, તા.૧૦

એશિયન ચેમ્પિયનશિપ્સ ૨૦૧૭ માં ૪-૪૦૦ મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ચોકડીનો સભ્ય હતો તે ટોક્યો ઓલિમ્પિક્સ ૨૦૨૧માં ભાગ લેવા માંગે છે. ૨૨ વર્ષિય જેકબ ટોક્યો ઓલમ્પિક્સમાં ક્વોલિફાય થવાનું સપનું છે, પરંતુ ઘરની કથળી રહેલી આર્થિક સ્થિતિને કારણે તેના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અક્ષમ છે. ૪૦૦ મીટરમાં જુનિયર રાષ્ટ્રીય રેકોર્ડ ધારક જેકબ કહે છે, ’પપ્પાને ૨૦૧૭થી કોઈ કામ નથી. ઘરની તમામ જવાબદારી મારી માતા પર છે, જે સરકારી હોસ્પિટલમાં નર્સ છે. તેના અભ્યાસ અને આગળના ખર્ચ વિશે વિચારવું પડશે. માતાની કમાણી કંઈપણ બચાવવા માટે પૂરતી નથી. હવે ઘરની જવાબદારીઓ નિભાવવા માટે મારા પર દબાણ વધી રહ્યું છે. ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં ૪૦૦ અને ૮૦૦ મીટર રેકોર્ડ ધારક જેકબે કહ્યું કે હવે તે નોકરીની શોધમાં છે. તેણે કહ્યું, ’હું નોકરી શોધી રહ્યો છું અને સ્ટેટ બેંક ઇન્ડિયામાં પણ અરજી કરી છે. જો મને નોકરી મળે છે, તો હું ઘર ચલાવવા માટે મારી માતાને મદદ કરી શકશે તેમ જ મારી તાલીમ લેઝરથી ચાલુ રાખીશ. હમણાં હું પટિયાલામાં છું, મને અહીં કોઈ સમસ્યા નથી. બધી સુવિધાઓ સારા આહાર સાથે આપવામાં આવી રહી છે, પરંતુ ઘરની જીંદગીની ચિંતા ચાલુ જ છે. ૨૦૧૮ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ૪-૪૦૦ મીટરની અંતિમ દોડમાં ઈજાને લીધે જેકબ ફરી એકવાર કેટલાક મહિનાઓથી ટ્રેકથી દૂર છે, તે ફરીથી તેની લય પાછી મેળવી રહ્યો છે. ટોક્યો ઓલિમ્પિક્સ માટેની તૈયારીઓ અંગે તેમણે કહ્યું કે, ’મારી તાલીમ યોગ્ય દિશામાં ચાલી રહી છે, વ્યક્તિગત રીતે મને ઓલિમ્પિક્સ મુલતવી રાખવામાં થોડો ફાયદો મળ્યો છે. મારી તૈયારીઓને મજબૂત કરવા માટે મને થોડો વધુ સમય મળ્યો છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here