ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ૧ કરોડની ઘડિયાળ પહેરે છે

0
20
Share
Share

હાર્દિક પંડ્યા એક સમયે મેગી ખાઈને જીવતો હતો

બાળપણમાં પંડ્યાના પરિવારમાં આર્થિક સ્થિતિ એટલી તંગ હતી કે બંને ભાઈ પાસે ખાવા માટે પૂરતા પૈસા નહતા

નવી દિલ્હી,તા.૧૩

ભાગ્ય ક્યારે પલટાઈ જાય તે કહી શકાય નહીં. આ વાતનો ગજબ ઉદાહરણ જો જોવું હોય તો તે ભારતીય ક્રિક્ટના પંડ્યા બ્રધર્સનું જોવા જેવું છે. બાળપણમાં પંડ્યાના પરિવારમાં આર્થિક સ્થિતિ એટલી તંગ હતી કે બંને ભાઈઓ પાસે ખાવા માટે પૂરતા પૈસા પણ નહતા. એટલે સુધી કે ક્યારેક તો બંને ભાઈ ગ્રાઉન્ડ પર ૫ રૂપિયાની મેગી ખાઈને ભૂખ મીટાવી લેતા હતા. પરંતુ પોતાની મહેનત અને લગનથી આજે તેઓ એ જગ્યાએ છે જ્યાં પૈસા તેમના માટે હાથના મેલ જેવો છે.આજે પંડ્યા પરિવારની હેસિયતનો અંદાજો એ વાતતી આંકી શકાય કે હાર્દિક પંડ્યાના હાથમાં હાલ ૧.૦૧ કરોડ રૂપિયાની રોલેક્સની હીરાજડિત ઘડિયાળ છે. એકથી ચડિયાતા મોંઘા કપડાં અને ઘડિયાળોનો શોખીન હાર્દિક આજે પોતાનો ૨૭મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આવો જાણીએ તેના જીવનના કેટલાક ખાસ પહેલુઓ વિશે. હાર્દિક અને ક્રુણાલ પંડ્યાને ક્રિકેટની દીવાનગી તેમના પિતા હિમાંશુ પંડ્યા પાસેથી વારસાગત મળી હતી. તેઓ સુરતમાં ફાઈનાન્સનો વેપાર કરતા હતા અને તેમના બંને પુત્રોને સ્થાનિક મેચ જોવા માટે પોતાની સાથે લઈ જતા હતાં. વેપારમાં ખોટ જતા હિમાંશુને આરથિક પરેશાનીઓ ઊભી થઈ અને ૧૯૯૮માં વડોદરા શિફ્ટ થઈ ગયા. ઘરમાં પૈસાની અછત થઈ ગઈ પરંતુ આમ છતાં હિમાંશુએ તેમના બંને પુત્રોને વડોદરામાં પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરેની ક્રિકેટ એકેડેમીમાં એડમિશન અપાવ્યું હતું. આ એકેડેમીમાં ગયા બાદ હાર્દિકનું નામ અચાનક મશહૂર થઈ ગયું હતું. હાર્દિક પંડ્યા ક્રિકેટ પાછળ એટલો પાગલ હતો કે અભ્યાસ આગળ બધુ જ ભૂલી ગયો હતો. અનેકવાર એકેડેમીના મેદાન પર સવારે જતો અને આખો દિવસ ત્યાં જ તેના ભાઈ સાથે અભ્યાસમાં વિતાવી દેતો હતો. ભૂખ લાગે ત્યારે ૫ રૂપિયાની મેગી ખાઈ લેવાનું પણ અહીંથી શરૂ થયું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here