ઓરલ કેન્સરના કેસ ૧૧૪ ટકા વધ્યા

0
14
Share
Share

છેલ્લા ૭ વર્ષના ગાળામાં દુનિયાભરના દેશોમાં કેન્સરના કેસોની સંખ્યામાં ૧૫.૭ ટકાનો વધારો થયો છે. આ આંકડો કોઇ પણ કિંમતે આધુનિક સમયમાં યોગ્ય કહી શકાય નહી. કારણ કે નવી નવી ટેકનોલોજી મેડિકલના ક્ષેત્રમા પણ આવી રહી છે. ઇન્ડિયન કાફન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના નેશનલ ઇન્સ્ટીટ્યુશન  ઓફ કેન્સર પ્રિવેન્સન એન્ડ રિસર્ચના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૨માં જ્યાં કેન્સરની સાથે જોડાયેલા કેસોની સંખ્યા ૧૦ લાખની આસપાસ હતી. જ્યારે હવે આ સંખ્યા વધીને વર્ષ ૨૦૨૧માં ૧૮.૫ લાખ સુધી પહોંચી ગઇ છે. મુંબઇના પરેલ સ્થિત તાતા મેમોરિયલ હોસ્પિટલના નિષ્ણાંતો કહે છે કે વધતી જતી વસ્તી અને ડાયગ્નોસ્ટિક ટેકનિકમાં થયેલા વધારાને ધ્યાનમાં લેવામાં આવે તો આ વધારો ચિંતાજનક નથી. જો કે ડેટા મુજબ કેન્સરના કારણે થતા મોતની સંખ્યામાં ૧૨ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૨માં કેન્સર સાથે સંબંધિત મોતનો આંકડો સાત લાખનો હતો. હવે આ સંખ્યા સાત લાખ સુધી પહોંચી ગઇ છે. કેસો અને મોતની સંખ્યા વધવા માટેના કેટલાક કારણો છે. એકબાજુ ભારતમાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં કેન્સરના નિષ્ણાંત તબીબોની સંખ્યા ઓછી છે. વર્ષ ૨૦૧૨થી વર્ષ ૨૦૨૧ વચ્ચેના ગાળામાં એટલે કે નવ  વર્ષના ગાળામાં કેન્સરના કારણે થતા મોતમાં એમ તો ૮૦ હજારનો વધારો થયો છે. જે આંકડાની સંખ્યાની દ્રષ્ટિએ નજીવો છે. જો કે ટકાવારીની દ્રષ્ટિએ આંકડો ઉંચો છે. લિપ અને ઓરલ કેન્સરના દર્દીઓની સંખ્યામાં સૌથી વધુ વધારો થયો ચે. લિપ અને ઓરલ કેવિટી કેન્સરના કેસોમાં છ વર્ષમાં ૧૧૪ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૨માં લિપ અને ઓરલ કેવિટી કેન્સરના કેસોની સંખ્યા ૫૬ હતી જે હવે વર્ષ ૨૦૨૧માં વધીને બે લાખ સુધી પહોંચી ગઇ છે. આ ઉપરાંત શહેર લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા બ્રેસ્ટ કેન્સરના કેસોની સંખ્યામાં ૧૧ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૨માં બ્રેસ્ટ કેન્સરના કેસોની સંખ્યા ૧.૪ લાખ હતી. જે વધીને ૨૦૨૧માં બે લાખ થઇ ગઇ છે. જાગરકતામાં વધારો થયો છે. સારી સ્ક્રિનિગ  અને ટ્રીટમેન્ટની સુવિધા વધી છે. મોટી વયમાં લગ્ન, પ્રેગન્સીમાં ઘટાડો પણ આની સાથે જોડાયેલા કારણ છે. વર્ષ ૨૦૧૨માં સર્વાઇકલ કેન્સરના કેસોની સંખ્યા ૧ લાખ ૨૩ હજાર હતી. હવે આ સંખ્યા ૯૬ હજાર થઇ ગઇ છે. એટલે કે આ કેન્સરના કેસોની સંખ્યા ૨૧ ટકા ઘટી ગઇ છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કસરત  કેન્સરના દર્દીઓની લાઇફની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બે જુદા જુદા કોચરાન સિસ્ટેમેટિક રિવ્યુમાં આ બાબતને સમર્થન મળ્યું છે કે વોકિંગ અને સાઇકલીંગ જેવી પ્રવૃત્તિ કેન્સરની સારવાર લઈ ચૂકેલા લોકોને રાહત આપે છે. તેમની લાઇફ ગુણવત્તાને સુધારવામાં પણ મદદરૂપ બને છે. હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જુદા જુદા કેન્સરથી પીડાતા લોકોને હળવી કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. સાઇકોલોજીકલ અને સોશિયલ ઇફેક્ટ ઉપર પણ તેની અસર થાય છે. સારવાર સાથે સંબંધિત લક્ષણો સ્પષ્ટપણે દેખાઈ આવે છે. કેન્સરની સારવાર અને બચી જવાની તકોમાં પણ કસરતના કારણે સુધારો થાય છે. વ્યક્તિની લાઇફ ગુણવત્તા આના લીધે સુધરે છે. અભ્યાસના ભાગરૂપે ૬૬ ટ્રાયલ ઉપર કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. કેન્સરના જુદા જુદા સ્વરૂપ માટે સારવારમાંથી પસાર થઈ ચૂકેલા ૪૮૨૬ લોકોને આવરી લઈને અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્તન અને પ્રોસ્ટેટ કેન્સર સહિતના રોગોમાં હળવી કસરત મદદરૂપ બની શકે છે.

બીજા તબક્કા દરમિયાન ૪૦ ટ્રાયલ ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું જેમાં કેન્સરની સારવાર લઈ ચૂકેલા ૩૬૯૪ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. વોકિંગ, સાઇકલીંગ, યોગા સહિત કસરતના કાર્યક્રમોને ધ્યાનમાં લેવાયા હતા. અભ્યાસના પરિણામ દર્શાવે છે કે કસરત આરોગ્ય સંબંધિત લાઇફની ગુણવત્તા સુધારે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here