ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પર રૂપાણી સરકારે કરી સ્પષ્ટતા, ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય

0
28
Share
Share

ગાંધીનગર તા.૦૨

રાજ્યના શિક્ષણ મંત્રી એક મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતાનાં કારણોસર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે. આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય.

આરટીઇ પ્રવેશ માટે રાજ્યભરમાંથી આવેલી કુલ ૨,૦૪,૪૨૦ અરજીઓ પૈકી ૧,૧૯,૬૯૭ અરજીઓ માન્ય રખાઈ છે, જ્યારે ૨૪,૦૪૫ અરજીઓ રિજેક્ટ થઈ છે, તો બીજી તરફ ૪૧,૭૮૮ અરજીઓ વાલીઓ દ્વારા કેન્સ્લ કરાઇ અને હાલ ૧૮,૮૯૦ અરજીઓની ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે, જો મુદત લંબાવવામાં આવે તો, આરટીઇ હેઠળના પ્રવેશનો પ્રથમ રાઉન્ડઃ સમયસર જાહેર ન કરી શકવાના કારણોસર વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની સંભાવના છે. આરટીઇ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડપ તા.૧૧/૦૯/૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવશે.રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આરટીઇ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવાની માંગ સંદર્ભે જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતા હોવાથી આરટીઇ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવશે નહીં. રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે, ત્યારે જો આરટીઇ પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની મુદત લંબાવવામાં આવે અથવા નામંજુર થયેલા ફોર્મમાં સુધારા કરવાની મુદત આપવામાં આવે તો, આરટીઇ હેઠળના પ્રવેશનો પ્રથમ રાઉન્ડમ સમયસર જાહેર કરી શકાય નહી. જેથી, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની સંભાવના રહેલી છે.ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતુ કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં આરટીઇ હેઠળ પ્રવેશ માટે તા.૦૭/૦૮/૨૦૨૦ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવી હતી. ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી આધાર-પૂરાવા અરજદારો એકઠા કરી શકે તે માટે તા.૦૭/૦૮/૨૦૨૦ થી તા.૧૮/૦૮/૨૦૨૦ સુધીનો કુલ ૧૧ દિવસનો સમય વાલીઓને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ, ઓનલાઈન ફોર્મ ભરવા માટે તા. ૧૯/૦૮/૨૦૨૦ થી તા. ૨૯/૦૮/૨૦૨૦ સુધીનો કુલ ૧૦ દિવસનો સમય અરજદારોને આપવામાં આવ્યો હતો. આમ, જરૂરી ડોક્યુમેન્ટં એકત્ર કરી ફોર્મ ભરવા માટે એકંદરે કુલ ૨૩ દિવસ જેટલો સમય વાલીઓને આપવામાં આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here