ઓનલાઈન ન્યુમરીક માસ્ટર કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમાંક મેળવતી ભાવનગરની ખુશી પંકજભાઈ ભીમજીયાણી

0
34
Share
Share

સાવરકુંડલા. તા. ૨૩

છે શિક્ષણ પણ જરુરી આ કોરોના કાળમાં, થોડું અંતર અને ઓનલાઇન છે શિક્ષા સમેત પરીક્ષા.

આમ તો આ કોરોનાનાં કપરાં કાળમાં જાણે શૈક્ષણિક સંસ્થાઓને તાળાં જ લાગ્યા હોય તેવી જ પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. સમગ્ર રાજ્યમાં હાલ તો શૈક્ષણિક સંસ્થાઓ જાણે બંધ હાલતમાં જ જોવા મળે છે. પરંતુ આ તો ડીઝીટલ યુગ છે. અહીં આ કોરોના સમય દરમ્યાન વર્ચ્યુઅલ શિક્ષણ કે સ્પર્ધા પણ થઈ શકે છે. અને આમ પણ વ્યક્તિની પ્રતિભાને ઓળખવા માટે પણ આજે ડીઝીટલ મિડિયાનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવે છે. આ અંતર્ગત શ્રી રાપર લોહાણા મહાજન સંચાલિત શ્રી રાપર લોહાણા યુવક મંડળ દ્વારા એક નવો અભિગમ નવા પ્લેટફોર્મ પર અજમાવવામાં આવ્યો. આ સંસ્થા દ્વારા એક ઓનલાઈન ન્યુમરીક માસ્ટર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત કુલ જુદા જુદા વિસ્તારોમાંથી ૧૨૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેણે  ૧ થી ૭૦ ગુજરાતી અંકની  ઉલટી ગણતરી તથા સીધી ગણતરી કરવાની કપરી પરીક્ષા આપવાની હતી. આજકાલ કોમ્પ્યુટર અને કેલક્યુલેટરનો યુગ હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓનું અંક જ્ઞાન નબળું પડતું જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં પણ આ સ્પર્ધા વિદ્યાર્થી જગતમાં અંક જ્ઞાન પ્રત્યે અભિરુચીમાં વધારો કરવા માટે પણ ખૂબ જ પાયાનું કામ કરી શકે છે એ ઉદ્દેશ સાથે જ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હશે. આવી બૌધ્ધિક કસોટીઓથી વિદ્યાર્થીઓ ની ગાણિતિક ક્ષમતામાં વધારો થઈ શકે છે.

આ સ્પર્ધામાં કુલ ૧૨૩ વિદ્યાર્થીઓ પૈકી ભાવનગરની ખુશી પંકજભાઈ ભીમજીયાણીએ માત્ર ૨૯ સેકન્ડમાં આ ગણતરી પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેણી એક સાયન્સની વિદ્યાર્થિની છે અને ગણિત જેવાં અઘરાં વિષયમાં ગજબની માસ્ટર ધરાવે છે. તેમનાં માતુશ્રી રુપાબેન પણ  ભાવનગરની એક લબ્ધપ્રતિષ્ઠિત સાયન્સ સ્કૂલમાં નોકરી કરતાં. આમ ભીમજીયાણી પરિવાર તથા મોસાળ પક્ષ પાંધી પરિવારના વારસાનું ગૌરવ વધાર્યું છે. ખુશીબેનની ઈચ્છા પણ એક સારાં ગણિતના પ્રાધ્યાપક બનવાની છે. ખુશીબેનને ચોમેરથી અભિનંદન પ્રાપ્ત થઈ રહ્યાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here