ઓઢવમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને નાગરિકોમાં રોષ

0
24
Share
Share

અમદાવાદ,તા.૨૦
આગામી મહિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે જીએસટીવીની ટીમે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ વોર્ડમાં પહોંચી સ્થાનિકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. ઓઢવમાં પ્રાથમિક સુવિધાઓને લઇને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર વખતે ચૂંટણી સમયે નેતાઓ સ્થાનિકોને સમસ્યા હલ કરવાની વાત કરે છે.
પરંતુ તે ફક્ત વાયદો બનીને રહી જાય છે. ઓઢવ ઔદ્યોગિક વસ્તાર હોવાથી અહીં પ્રદૂષણનો પ્રશ્ન મોટો છે. ફેક્ટરીઓ દ્વારા ખારીકટ કેનાલમાં કેમિકલવાળું પાણી છોડવામાં આવતું હોવાથી લોકોના આરોગ્યોને નુકસાન થઇ રહ્યું છે. બીજી તરફ ગંદકી. પીવાનું પાણી અને ગટરના પ્રદૂષિત પાણીની સમસ્યાથી પણ લોકો ત્રસ્ત બન્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here