ઓડિશામાં પિકઅપ વેન પલટી જવાથી ૧૦ના મોત, ૧૫ ઘાયલ

0
28
Share
Share

ભુવનેશ્વર,તા.૧

ઓડિશાના કોરાપુટ જિલ્લામાં એક પિકઅપ વેનના પલટવાથી ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. જ્યારે ૧૫ અન્ય લોકો ઘાયલ થયા છે.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ઘટના કોટપડ પોલીસ સ્ટેશનના મુર્તાહાંડીમાં થઈ છે. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટના તે સમયે થઈ જ્યારે લગભગ ૩૦ લોકો પડોશી છત્તીસગઢ રાજ્યમાંથી એક સંબંધીના બેસણામાં સામેલ થયા બાદ પોતાના ગામ પાછા ફરી રહ્યા હતા.

કોરાપુટના પોલીસ અધિક્ષક વરુમ ગુંટુપલ્લીએ જણાવ્યું કે ૧૦ લોકોના સ્થળ પર જ મોત થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે ૧૫ ઘાયલોને કોટપડના એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ઘાયલોમાં ૧૦ લોકોની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે.

કોરપુટના ડીએમ મધુસુદન મિશ્રાએ જણાવ્યુંકે યાત્રી ઓડિશાના સિંધિગુડા ગામથી છત્તીસગઢના કુલ્ટા ગામ તરફ જઈ રહ્યા હતા. ઘાયલોની સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યાનુંસાર ઘાયલોમાં ૧૦ની હાલત ગંભીર છે. પોલીસનું કહેવું છે કે ડ્રાઈવર ગાડી પર નિયંત્રણ ખોઈ બેઠો જેના કારણે આ વેન પલટી ગઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here