ઓગસ્ટ માસમાં લોકોએ ડેબિટ કાર્ડ થકી અધધ..૨૬ લાખ રુપિયા એટીએમમાંથી ઉપાડ્યા

0
22
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૦

ભલે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનુ ચલણ વધી રહ્યુ હોય પણ ઘણા ભારતીયો માટે રોકડ રકમમાં જ વ્યવહાર કરવો પ્રાથમિકતા હોય છે.

કોરોનાકાળ બાદ  લોકોએ એટીએમમાંથી કેશ ઉપાડવાનો નવો રેકોર્ડ બનાવી દીધો છે. ભારતના લોકો એક વખતમાં એટીએમમાંથી સરેરાશ ૫૦૦૦ રુપિયા કાઢી રહ્યા છે.ઓગસ્ટ મહિનાની વાત રવામાં આવે તો લોકોએ પોતાના ડેબિટ કાર્ડ થકી ૨૬ લાખ કરોડ રુપિયા ઉપાડ્યા હતા. જે જીડીપીના ૧૨ ટકા છે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ વધ્યુ છે. આમ છતા પણ આંકડા કહી રહ્યા છે કે, બજારમાં બોલબાલા તો રોકડની જ છે.ગયા વર્ષના નવેમ્બર મહિનાની સરખામણીએ આ વર્ષે એટીએમમાંથી કેશ કાઢવામાં ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. જાણકારોનુ માનવુ છે કે, કેશ ભારતની ઈકોનોમીનો મહત્વનો હિસ્સો છે અને એટીએમના કારણે હવે લોકોને આસાનીથી કેશ મળતી થઈ ગઈ છે. કોરોનાકાળમાં લોકડાઉનના કારણે એપ્રિલ અને મેમાં કેશ ઉપાડવામાં ઘટાડો થયો હતો પણ જુન મહિનાથી ફરી રોકડનુ ચલણ શરુ થઈ ગયુ હતુ.

એવુ મનાય છે કે, દિવાળીના તહેવારો પૂરા થયા છે ત્યારે રોકડ ઉપાડવાનુ પ્રમાણ વધી જશે.એક કારણ એ પણ હોઈ શકે છે કે, કોરોનાના કારણે ફરી ઈમરજન્સી જેવી સ્થિતિ આવે તો ઘરમાં રોકડ રાખવાનુ લોકો પસંદ કરી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here