ઓખા મંડળ બંધ રાખવાનો વિચાર મુલત્વી

0
17
Share
Share

ચેમ્બર્સ પ્રમુખ મોટે ભાગે બહારગામ જ રહે છે….સત્ય શું છે ?

મીઠાપુર, તા.૨૫

દેવભૂમી દ્વારકા જીલ્લાનાં ઓખા મંડળ દ્વારકા તાલુકો ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ સુભાષભાઈ ભાયાણીના જણાવ્યા અનુસાર દરેક જ્ઞાતીના આગેવાનોની એક લાગણી એવી હતી કે આપણે સંપૂર્ણ દ્વારકા તાલુકો સજજડ બંધ રાખીને તમામ સમાજના અમુક અગ્રણીઓ દ્વારકાધીશજીના દર્શન કરીને પ્રાર્થના પત્ર ભગવાનના ચરણોમાં અર્પણ કરશે અને તેમા એવુ લખવાનુ હતુ કે હાલનાં સમયમાં સનાતન ધર્મને આંચ આવે તેવા કૃત્યો થાય છે અને અમુક અગ્રણીઓ ભટકી ગયા છે તેઓને સદબુઘ્ધી આપે અને આ વિચાર માટે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની મુલાકાત લેવામાં પણ આવેલ હતી ત્યારે પબુભા માણેકે જણાવેલ હતુ કે દ્વારકાધીશે કોરોના વાયરસથી આપણી રક્ષા કરેલ છે, ગમે તેટલી સાવચેતી રાખવા છતા લોકોની લાગણીને રોકી શકાશે નહીં અને વધુ પડતી ભીડ થવાની પણ સંભાવના રહેશે તેથી હાલ આવુ કરવુ યોગ્ય નથી જેથી તા.૨૬ ના રોજ ઓખા મંડળ બંધનો જે વિચાર હતો તે પબુભાની લાગણીને માન આપીને મુલત્વી રાખવામાં આવેલ છે. સત્ય જે હોય તે પરંતુ એવુ પણ જાણમાં આવેલ છે કે ઓખા મંડળ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ મોટે ભાગે ઓખા મંડળની બહાર જ રહે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here