ઓખા મંડળનાં બેટ મુકામે જમીન વેંચી નાખવાનુ કૌભાંડ

0
13
Share
Share

મીઠાપુર, તા.૩૦

દેવભૂમી દ્વારકા જીલ્લાનાં ઓખા મંડળમાં અનેક જમીન કૌભાંડો થયા જેમાંથી અમુક બહાર આવ્યા તો અમુક કૌભાંડ યેનકેન રીતે જમીનમાં ભંડારાય ગયા આ વાત હજુ વીસરાય નથી ત્યાંજ ઓખા મંડળના બેટમાં એક જમીન કૌભાંડ આચરવામાં આવ્યાનુ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. બેટ ગામે બીજાની કેટલીક જમીનને પોતાની ગણાવીને વેચી મારવાના બે ઈસમોએ તજવીજ કર્યાની બેટના વતની ઈબ્રાહીમ ખુરેશીએ રજુઆત કરેલી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે બેટની કાળીયા ખેતરવાળી જગ્યામાં વિજય ચતુર્થદાસ કાપડી તેમજ ભગવતીપ્રસાદ જેન્તીલાલ પાઢ નામના ઈસમોએ પ્લોટ પાડી, ટાઈટલ કલીયર કરાવીને, પાકા દસ્તાવેજ કરી આપવાનો વિશ્વાસ આપીને સોદા કરેલા હતા. બેટના અને ભરોસામાં આવી ગયેલા ૩૨ જેટલા લોકોએ એક ફુટના રૂા.૪૭૫ મુજબ કટકે કટકે રૂપિયા આપવાની શરતે સોદા કર્યા હતા અને અંદાજે ૫૦ લાખનુ ઉઘરાણુ કરવામાં આવ્યુ હતુ. કેટલાકને તો સ્ટેમ્પ પર લેખીત પણ કરી અપાયુ હતુ બાદમાં કેટલાકે બાંધકામની કામગીરી ચાલુ કરતા ઈબ્રાહીમ ખુરેશીએ સદર જગ્યા સ્વામી યોગાનંદ શિક્ષણ સમિતિ ગાંધીનગરની હોવાનુ જણાવીને સોદા કરનાર બન્ને શખ્સ આ સમિતિમાં ટ્રસ્ટી ન હોવા છતા અને પાવર ઓફ એટર્ની પણ ધરાવતા ન હોવા છતા જમીન પોતાની ગણાવી કૌભાંડ કર્યાનુ જણાવાયુ છે. ઉપરાંત ઈબ્રાહીમે આ મામલે બન્નેને પુછતા તેને મારી નાખવાની ધમકી આપી હોવાનુ પણ જાણવા મળેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here