ઓખામાં રેતીનાં કાળા કારોબાર પર ખનીજ અધિકારીનો દરોડો

0
26
Share
Share

મીઠાપુર, તા.૯

દેવભૂમી દ્વારકા જીલ્લાના છેવાડાના ઓખાનાં દરીયા કાઠેથી તા.૮/૯ નાં રોજ રેતી ભરીને જતા એક ટ્રેકટરમાં પરવાના વિનાની રેતી હોવાનુ જણાતા ખનીજ વિભાગના અધીકારીએ ટ્રેકટર લઈને છૂ થઈ ગયેલ ટ્રેકટરના ચાલક વિરૂઘ્ધ ઓખા મરીન પોલીસમાં ફરીયાદ કરી છે તા.૮/૯ ના રોજ વહેલી સવારના સમયે ખનીજ વિભાગનાં પેટ્રોલીંગ દરમ્યાન ઓખા નજીકથી એક ટ્રેકટર નીકળેલ હતુ અને તેની તપાસ કરતા આ ટ્રેકટરમાં રેતી ભરેલી હતી અને તે ઓખાનાં દરીયા કાંઠેથી લેવામાં આવી હોવાનુ ખુલવા પામ્યુ હતુ. આ ટ્રેકટર ઉપર પયા મિયા દાતારથ લખેલ હતુ. ટ્રેકટરને લઈને ભાગી ગયેલા મેઘાભા કારાભા વિરૂઘ્ધ ખનીજ વિભાગના અધિકારીઓ પોલીસ ફરીયાદ કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here