ઓખામાં ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદની સજા ફરમાવતી અદાલત

0
29
Share
Share

ધારાશાસ્ત્રી ભાયાણીની દલીલ ગ્રાહ્ય રાખતી અદાલત

મીઠાપુર તા. ર૦

દેવભૂમી દ્વારકા જીલ્લાના ઓખા ગામે આવેલ જે.સી. એન્ડ કંપનીના પેટ્રોલપંપના ભાગીદારોને ઓખાના રહેવાસી મુસાભાઇ ફકીરમામદ સીદીએ ડીઝલના બાકી રૂપીયા માટે ૧૦ લાખ રૂપીયાનો ચેક આપેલ હતો. જે ચેક બેંકમાથી બેલેન્સના અભાવે પરત ફરેલ હતો. જેથી ફરીયાદીએ નોટીસ પાઠવીને રૂપીયા આપી દેવા જણાવેલ હતુ.

પરંતુ નીયત સમય મર્યાદામાં ફરીયાદીને રકમ ચુકવવામા નહિ આવતા મુખત્યાર મારફત મુસાભાઇ સામે ઓખાની કોર્ટમાં વકીલ આર.સી. ભાયાણી મારફત નેગોશીએબલ એકટ કલમ ૧૩૮ મુજબ ફરીયાદ કરાઇ હતી જે ચાલી જતા મુસાભાઇ સીદીને આરોપી ઠેરવીને બે વર્ષની સાદી કેદ તેમજ રકમ ફરીયાદની તારીખથી નવ ટકાના વ્યાજ સાથે ફરીયાદને ૩૦ દિવસમાં ચુકવી આપવા. વળતર ન ચુકવે તો ૬ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. ફરીયાદી તરફે ધારાશાસ્ત્રી આર.સી. ભાયાણી રોકાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here