ઓક્સફર્ડ યુનિવર્સિટી અને જર્મનીની રસી આ વર્ષના અંત સુધીમાં તૈયાર થાય તેવી શક્યતા

0
27
Share
Share

મોસ્કો,તા.૧૮

દુનિયામાં સૌથી પહેલા રશિયાએ કોરોના વાયરસની વેક્સીન બનાવી લીધાની જાહેરાત કરી દીધી છે. જોકે રશિયાની આ કોરોના વિરોધી રસી સ્પુતનિકને શંકાની નજરે જોવામાં આવી રહી છે. હવે બ્રિટનની ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ કોરોના વાયરસની રશીને લઈને મહત્વના સંકેત આપ્યા છે.

બ્રિટનની વેક્સીન ટાસ્કફોર્સના પ્રમુખ કેટ બિંઘમે કહ્યું છે કે, ઓક્સફર્ડ યુનિવર્સિટી અને જર્મનીની કોરોના રસી આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ શકે છે. કેટ બિંઘમે કહ્યું હતું કે, બ્રિટનમાં લગભગ એક લાખ લોકો ટ્રાયલમાં ભાગ લેવા આગળ આવ્યા છે. જોકે કેટએ સ્કાય ન્યૂઝ સાથેની વાતચીતમાં વધુ વોલેન્ટિયર્સને ટ્રાયલમાં જોડાવા અપીલ કરી હતી.

કેટ બિંઘમે કહ્યું હતું કે, મને લાગે છે કે આ વર્ષે રસી તૈયાર થઈ જશે. કોરોનાની આ રસી એક જે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં તૈયાર કરવામાં આવી રહી છે અને બીજી રસી જે જર્મન કંપની બાયોએનટેક દ્વારા તૈયાર કરવામાં આવી છે. હવે  જો બધુ બરાબર રહ્યું તો આ વર્ષે જ બંને રસીની નોંધણી કરાવવામાં આવશે. રસીની વહેંચણી પણ આ વર્ષે શરૂ કરી દેવામાં આવશે.

કોરોના મહામારીના સૌથી મોટા શિકાર બનેલા અમેરિકાની પણ અનેક ફાર્માસ્યુટિકલ કંપનીઓ ઘણી રસીઓ પર રાત દિવસ કામ કરી રહી છે. અમેરિકાની નોવાવેક્સએ જાહેરાત કરી છે કે, તે દક્ષિણ આફ્રિકામાં તેની રસીની ટ્રાયલ શરૂ કરી રહી છે. એનવીએક્સ-સીઓવી૨૩૭૩ રસીનું ફેઝ -૨બી ટ્રાયલ લગભગ ૨૬૬૫ તંદુરસ્ત લોકો પર કરવામાં આવશે. તો બીજી બાજુ ચીને તેની  કંપનીને કોરોના રસીના પેટન્ટને મંજૂરી આપી દીધી છે. આ કંપની રશિયા, બ્રાઝિલ, મેક્સિકો, સાઉદી અરેબિયા સહિતના ઘણા દેશોમાં ટ્રાયલ્સ શરૂ કરવા જઈ રહી છે. આમ કોરોનાની રસી નજીકના ભવિષ્યમાં જ મળી જાય તેવી આશાસ્પદ શક્યતાઓ ઉભી થઈ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here