ઓક્સફર્ડે આત્મનિર્ભર ભારત શબ્દને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો

0
26
Share
Share

ઓક્સફર્ડે ૨૦૧૯માં બંધારણ શબ્દ,૨૦૧૮માં નારી શક્તિ અને ૨૦૧૭માં આધારને પસંદ કર્યો હતો

લંડન,તા.૨

ઓક્સફોર્ડે આત્મનિર્ભરતા શબ્દને ૨૦૨૦નો ઓક્સફોર્ડ હિન્દી વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ મહામારી દરમિયાન આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો હતો. તેમણે ભારતીય અર્થવ્યવસ્થા, સમાજ અને વ્યક્તિગત રીતે લોકોને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો હતો.

આત્મનિર્ભરતાનો અર્થ છે પોતાના પર ભરોસો. રિપોર્ટ મુજબ ઓક્સફોર્ડ માટે આત્મનિર્ભર શબ્દની પસંદગી ભાષા વિશેષજ્ઞોના સલાહકાર પેનલ દ્વારા થઈ છે. આ પેનલમાં કૃતિકા અગ્રવાલ, પૂનમ નિગમ સહાય અને ઈમોજેન ફોક્સેલ સામેલ હતા.

ઓક્સફોર્ડ હિન્દી શબ્દનો અર્થ એવો શબ્દ કે જ ગત વર્ષે લોકાચાર, મનોદશા કે સ્થિતિને પ્રતિબિંબિત કરે અને જે સાંસ્કૃતિક મહત્વના એક શબ્દ તરીકે લાંબા સમય સુધી રહેવાની ક્ષમતા ધરાવતો હોય. ઓક્સફોર્ડે વર્ષ ૨૦૧૯માં બંધારણ શબ્દને હિન્દી વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો હતો. તે પહેલા ૨૦૧૮માં ઓક્સફોર્ડ દ્વારા નારી શક્તિ અને ૨૦૧૭માં આધારને હિન્દી ભાષાનો શબ્દ પસંદ કર્યો હતો.

ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ ઈન્ડિયાના મેનેજિંગ ડાઈરેક્ટર શિવરામકૃષ્ણન વેન્કટેશ્વરને કહ્યું કે આત્મનિર્ભર ભારતને અનેક ક્ષેત્રોના લોકો વચ્ચે ઓળખ મળી. કારણ કે તે કોવિડ-૧૯થી પ્રભાવિત અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે એક હથિયાર તરીકે જોવામાં આવ્યો.

ઓક્સફોર્ડ લેન્ગવેજે એક નિવેદનમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન દરમિયાન દેશને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ આત્મનિર્ભર ભારત શબ્દનો ઉપયોગ ભારતના જાહેર શબ્દકોષમાં એક વાક્યાંશ અને અવધારણા તરીકે ખુબ વધી ગયો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here