ઓક્સફર્ડની કોરોના વેકસીનથી માણસ બની જશે વાંદરું? ખોટી માહિતી સ્વાસ્થ્ય માટે જોખમ

0
10
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૬

રશિયામાં ઓક્સફર્ડની કોરોના વાયરસ રસીને બદનામ કરવા એક અભિયાન ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા મેસેજમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ રસી મૂકનારા લોકો વાંદરા બની જશે. પોતાના દાવાને સચોટ કરવા માટે વાયરલ થઇ રહેલા ફોટો અને મેસેજમાં કહેવાય છે કે આ રસીને બનાવા માટે ચિમ્પાન્ઝીના વાયરસનો ઉપયોગ કરાઇ રહ્યો છે. આ પ્રકારના સમાચાર રશિયન ટીવી પ્રોગ્રામ વેસ્ટી ન્યૂઝમાં પણ દેખાડાયા છે. વાયરલ થઈ રહેલા ફોટોગ્રાફ્સમાં બ્રિટિશ પીએમ બોરીસ જોનસનનો એક મોર્ફ્ડ ફોટો પણ છે. જેમાં તેમને પ્રધાનમંત્રી ઓફિસ ડાઉનિંગ સ્ટ્રીટની બહાર ચાલતા બતાવવામાં આવ્યા છે.

આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે મને મારી ‘બિગફૂટ’ રસી પસંદ છે. અન્ય એક વાયરલ ફોટોમાં ઓક્સફોર્ડની સાથે રસી બનાવી રહેલ એસ્ટ્રાઝેનેકાના લેબ કોટમાં ચિમ્પાન્ઝી દેખાડાયો છે. જે રસીને એક સિરીંજ દ્વારા બનાવી રહ્યો છે. જ્યારે બીજા ફોટોમાં અમેરિકાના અંકલ સેમને બતાવવામાં આવ્યા છે. જેમાં તેમની પાછળ લાગેલા એક બેનર પર લખ્યું છે કે હું તમને વાંદરાની રસી આપવા માંગું છું. બ્રિટનમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અભિયાનનું અસલ લક્ષ્ય બ્રિટીશ કોરોના વાયરસ વેક્સિનના માર્કેટિંગને નુકસાન પહોંચાડવાનું છે. જેથી તે તેની પોતાની સ્પુતનિક વી રસીને વેચી શકે. મેસેજીસ દ્વારા રૂસી લોકોના મનમાં એ ધારણાનું નિર્માણ કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે કે ઑક્સફર્ડની કોરોના વાયરસ રસી નકામી છે,

અને તેનાથી માણસ વાંદરો બની જશે.એસ્ટ્રાઝેનેકાના ચીફ એક્ઝિક્યુટિવ પાસ્કલ સોરિયટે ગુરુવારે રશિયામાં વાયરલ થયેલા મેસેજીસની નિંદા કરી. તેમણે કહ્યું કે એસ્ટ્રાઝેનેકા વૈજ્ઞાનિકો અને વિશ્વની બીજી ઘણી કંપનીઓ અને સંસ્થાઓ વાયરસને હરાવવા માટે રસીઓ અને ઉપચારાત્મક ઉપચારો વિકસાવવા માટે અથાગ કાર્ય કરી રહ્યા છે. દુનિયાભરમાં સ્વતંત્ર નિષ્ણાત અને નિયમનકારી એજન્સીઓ છે જે નિર્ણય લે છે કે રસી લોકો માટે સલામત છે કે નહીં. ખોટી માહિતી જાહેર સ્વાસ્થ્ય માટે એક સ્પષ્ટ જોખમ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here