ઓક્શન સિદ્ધાંતોમાં સુધારા માટે પોલ મિલગ્રોમ અને રોબર્ટ વિલ્સનને નોબલ પ્રાઇઝ

0
17
Share
Share

સ્ટોકહૉમ,તા.૧૨

અર્થશાસ્ત્રમાં મહત્વના યોગદાન માટે નોબલ પુરસ્કાર ૨૦૨૦ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે આ સન્માનિત પુરસ્કાર પોલ આર મિલગ્રોમ અને રોબર્ટ બી વિલ્સનને એનાયત કરવામાં આવશે. આ બંને અર્થશાસ્ત્રીઓને આ સન્માન તેમના ઓક્શન સિદ્ધાંતો અને નવા ઓક્શન ફોર્મેટની શોધમાં સુધારાઓ માટે આપવામાં આવી રહ્યુ છે. પુરસ્કાર આપતી સમિતિનું કહેવુ હતું કે અમેરિકન અર્થશાસ્ત્રીઓનુ ઓક્શન સિદ્ધાંતો અને નવા ઓક્શન ફોર્મેટ્‌સની શોધમાં સુધારા કરવાનું કામ સરાહનીય છે.

ઉલ્લેખનીય છે કે, ટેકનિકલી આને સ્વીરિજેજ રિક્સબેન્ક પ્રાઇઝ ઇન ઇકોનોમિક સાયન્સ ઇન મેમરી ઓફ એલ્ફ્રેડ નોબલ તરીકે ઓળખવવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના ૧૯૬૯માં થઇ હતી અને ત્યારથી અત્યાર સુધી આ પુરસ્કાર ૫૧ વાર પ્રદાન કરવામાં આવ્યુ છે. એને નોબલ પુરસ્કાર પૈકી એક માનવામાં આવે છે.

અર્થશાસ્ર નોબલ પુરસ્કારની જાહેરાત સાથે નોબલ પુરસ્કારનુ સમાપન થયુ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here