ઓકી દો એક પ્રકારથી યોગ જ છે

0
30
Share
Share
  • જાપાનમાંથી ભારતમાં ભારત આવેલા ઓકી દોની બોલબાલા છે…
  • ઓકી દોમાં તાવને ઉતારી દેવા માટે ૧૫ મિનિટની વોટર થેરાપી પણ હોય છે : જુદા જુદા પ્રકારના યોગ શરીરની કેટલીક તકલીફ દુર કરે છે.

ઓકી દો યોગના જ એક સ્વરૂપ તરીકે છે. જે જાપાનથી ભારત આવ્યા બાદ તેને લઇને પણ જાણકાર નિષ્ણાંતો અને યોગ ગુરૂમાં ચર્ચા જોવા મળી રહી છે. આનો ઉપયોગ પણ કેટલીક બિમારીમાં ફાયદાકારક સાબિત થાય છે. ઓકી દો યોગમાં તાવને ઉતારી દેવા માટે ૧૫ મિનિટની વોટર થેરોપી હોય છે. ત્રણ મુખ્ય સિદ્ધાંત એકાગ્રતા, ડીપ બ્રિથિંગ અને મુવમેન્ટ રહે છે. યોગ કરવાથી શરીર ફિટ અને હેલ્થી રહે છે. શરીરમાં તાકાત આવે છે. આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ઓકી દોમાં સ્ટ્રેચેબલ યોગથી શરીર સોફ્ટ બને છે. તેના ત્રણ મુખ્ય સિદ્ધાંત રહેલા છે. જેનો ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યો છે. તેને કરતી વેળા પાંચ ચીજો બોડી એન્ડ મુવમેન્ટ, માઇન્ડ હાર્ટ, ડાઇટ, બ્રિથિંગ અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. વોટર થેરાપીની વાત કરવામાં આવે તો આ પ્રક્રિયામાં રોગીને સીધી રીતે જમીન પર સુવડાવી દેવામાં આવે છે. ત્યારબાદ પાણીથી ભરેલા જગને દર્દીની પાસે રાખીને ઓકી દો નિષ્ણાંત બે ત્રણ ઘેરી શ્વાસ લઇને છોડે છે. ત્યારબાદ નિષ્ણાંત પોતાના ડાબા હાથને રોગીના ગરદનની પાછળ અને માથા પર રાખે છે. જમણા હાથની પાંચેય આંગળીને પાણીના જગમાં નાંખે છે. ઘેરા શ્વાસ લઇને ડબા હાથથી ભરેલા અનુભવ કરે છે. જમણા હાથની  હથેળીથી સામાન્ય તાવ અને શારરિક સમસ્યાને પાણીમાં ઉતારવામાં આવે છે. ૧૫ મિનિટ સુધી આ પ્રક્રિયા કરવામાં આવે છે. ઓકી દોમાં એક ત્રિકોણાસન પણ છે. જે ઉભા થઇને કરવામાં આવે છે. આના ભાગરૂપે સૌથી પહેલા ઉભા થઇને પગ ખોલી દેવાની જરૂર હોય છે. ત્યારબાદ હાથ ફેલાવી દેવામાં આવે છે. છાંતી અને પેટ ફુલાવીને શ્વાસ અંદરની તરફ ખેંચવામાં આવે છે. મોથી શ્વાસને ધીમે ધીમે છોડીને નીચે તરફ ઝુંકવામાં આવે છે. ત્યારબાદ ડાબા હાથ જમણા પગની તરફ લઇ જવામાં આવે છે. ગરદનને ઉપરની બાજુ કરવામાં આવે છે. ત્યારબાદ ધીમે ધીમે શ્વાસ ભરીને ઉભા થવાની જરૂર હોય છે. આ પ્રકારથી આ પ્રકિયા ૩-૫ વખત કરવામાં આવે છે. આના કારણે સ્થુળતા, પેટ, કમર , ખભા અને કમર સાથે સંબંધિત બિમારીને દુર કરી શકાય છે. મહિલાઓ, હાઇ બીપી ધરાવનાર દર્દી અને હાર્ટ સાથે સંબંધિત રોગ ધરાવતા દર્દીને નિષ્ણાંતની સલાહ મુજબ ઓકી દો યોગ કરવા માટે કહેવામાં આવે છે. ત્રિકોણાસન બેસીને પણ કરવામા ંઆવે છે. સૌથી પહેલા બેસીને બંને પગને બે ફુટ સુધી ખોલી દેવામાં આવે તે જરૂરી હોય છે. ત્યારબાદ શ્વાસને ધીમે ધીમે નાકથી ખેંચવા કહેવામાં આવે છે. છાતી અને પેટ ફુલાવીને મોથી શ્વાસને ધીમે ધીમે એક સાઇડ શરીરને પાછળ બાજુ લઇ જવામાં આવે છે. બે ત્રણ ઘેરા શ્વાસ લેતા રોકાઇ જવા માટે કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને બીજી બાજુ પણ કરવામાં આવે તે જરૂરી છે. શ્વાસ લેવા અને છોડવા માટે કહેવામાં આવે છે. આ યોગ પાંચથી સાત વગર કરવામાં આવે તેમ નિષ્ણાંતો કહે છે. આ યોગ કરવાથી કમર, પેટ, અસ્થમાની તકલીફ દુર થાય છે. ખભાના ટિ્‌વસ્ટ યોગ પણ કરવામાં આવે ચે. આના માટે સૌથી પહેલા શરીરને આગળની બાજુ ઝુંકાવી દેવામાં આવે છે. ત્યારબાદ ઘુંટણને વાળીને કમરને પાછળ ધકેલી દેવામાં આવે છે. ત્યારબાદ ચહેરાને પાછળ બાજુ લઇ જવામાં આવે છે. મોથી શ્વાસ છોડીને પેટ અંદરની બાજુમાં લઇ જવામાં આવે છે. આ જ પ્રકારથી વિપરિત સાઇડમાં પણ કરવામાં આવે છે. બંને પગ પર એક સમાન ભાર હોવા જોઇએ. આ પ્રક્રિયાને ૫-૭ વખત દોહરાવી શકાય છે. આના કારમે જોડના દુખાવા, પીઠના નિચલા હિસ્સાના દુખાવાથી રાહત મળે છે. ઉપરાંત અન્ય પિડા પણ દુર થાય છે. તેજ કમરના દર્દીને તબીબોની સલાહ લીધા બાદ જ આ પ્રકારના યોગ કરવાની સલાહ નિષ્ણાંતો આપે છે. તાડાસન પણ ઉપયોગી યોગ સાબિત થાય છે. યોગને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવ્યા બાદ ભારતમાં યોગની લોકપ્રિયતા સતત વધી રહી છે. યોગ કરનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here