ઓઈલ ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લેવાયા

0
10
Share
Share

ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓપરેશન પાર પાડ્યું

૭૦ મીટર અંડરગ્રાઉન્ડ પાઈપ નાંખીને ૧૩૪૦૦૦૦ની મતાની આશરે ૬૭૦૦૦ લિટર ક્રુડ ઓઈલની ચોરી કરી

અમદાવાદ,તા.૨૯

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની મેઇન પાઈપલાઈનમાં જેતલપુર ખાતે પંચર કરી ક્રુડ ઓઈડની ચોરી કરતી ગેંગનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કરી લીધો છે. આ પાઈપલાઈનમાં બે ઇંચનો હોલ પાડ્યો હતો. આશરે ૭૦ મીટર જેટલી અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખી હતી. ૧૩,૪૦,૦૦૦ની મતાની આશરે ૬૭૦૦૦ લિટર ક્રુડ ઓઈલની ચોરી કરી હતી. ચોરીના સંદર્ભે ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે આરોપી મોહસીન કલ્લુભાઈ રંગરેજ, જગદીશ પ્રજાપતી અને રતીલાલ ગાંડાભાઈ રાવળને ઝડપી પાડ્યા હતા. આરોપીની પુછપરછ જાણવા મળ્યું હતું કે, આરોપી મોહસીન રંગરેજ, જગદીશ અને રતીલાલએ જુન ૨૦૧૯માં ભેગા મળીને આઈઓસીએલની પાઈપલાઈન પંચ કરીને ઓઈલ ચોરી કરવાનું નક્કી કર્યું હતું. જેતલપુર શક્તિ કંટ્રક્શન એન્ડ રોડ બિલ્ડર્સના કંપાઉન્ડની જમીનમાંથી આઈઓસીએલની પાઈપલાઈન પસાર થતી હોય આ પાઈપલાઈનમાં ભંગાણ કરી ઓઈલ ચોરી કરવાનું નક્કી કર્યું હતું. ચોરી કરવા માટે તેની આસપાસમાં આવેલા પ્લોટ ભાડે લીધો હતો. રતીલાલે બાજુમાં વાહન પાર્ક કરવા માટે જગ્યા ભાડે લીધી હતી.જમીન ભાડે લીધા બાદ બાવળીયા, ઘાસ સાફ કરાવી દીધી હતી. ભાડે લીધેલી જગ્યામાં તેને ૧૨થી ૧૩ ફુટ ઉંડો ખાળકુવો બનાવ્યા બાદ સંડાસ બાથરૂમ અને પતરાનો શેડ બનાવી લીધો હતો. ખાળકુવોની અંદર સુરંગ બનાવી બાજુમાં આવેલ મેરાભાઈ ભરવાડની જમીનમાંથી પસાર થથી આઈઓસીએલની પાઈપલાઈનમાં નીચેના ભાગે પંચર કરી હતી. ત્યારબાદ લોખંડની પાઈપો નાખીને તે પાઈપો જગદીશભાઈ પટેલની જમીનમાં અઢી ફુટ નીચે ખાડો ખોદી ગેટ સુધી લગાવ્યા હતા. બાજુમાં આવેલ બંસીભાઈ કાબરાની જમીન જગદીશભાઈ પ્રજાપતિએ માર્ચ-૨૦૨૦માં વાહન પાર્કિંગ કરવાના બહાને ભાડે રાખ્યા બાદ ઓઈલની ચોરી કરવા રબરની પાઈપ બંસીભાઈ કાબરાની જમીનમાં નાખી ચાર વખત પાઈપલાઈનમાંથી આશરે ૬૦થી ૭૦ હજાર લીટર ઓઈલ કાઢી કન્ટેઈનરમાં ભરાવીને મોકલી આપ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here