૨૦ લાખ પૈકી પોલીસે ૧૫ લાખ રૂપિયા રિકવર કરી બંને આરોપીઓ ને જેલ ના સળિયાની પાછળ ધકેલી દીધા છે
સુરત,તા.૧
શહેરના રામપુરામાં ખાતે ઓઈલના વેપારીના બે કર્મચારીને આંતરી ૨૦ લાખની લૂંટ ચલાવનાર અને ટીપ આપનાર એમ ૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ૨૦ લાખ પૈકી પોલીસે ૧૫ લાખ રિકવર કરી આરોપીઓ ને જેલ ના સળિયા પાછળ ધકેલ્યા છે. સુરતમાં રામપુરા ભરચક વિસ્તારમાં લૂંટારુ જંગી રોકડ લૂંટી ગયો હતો. આંગડીયા પેઢીમાં પૈસા ભરવા જતા હતા ત્યારે એક કર્મચારીને ચપ્પુ મારતા બાઈક સાથે પટકાયો હતો. બીજા કર્મચારીને ચપ્પુ બતાવી રોકડનો થેલો ઝુંટવી આરોપી પલાયન થઈ ગયો હતો.
સુરતના રામપુરા ચાર રસ્તા નજીક સાંજે ઓઈલના વેપારીના બે કર્મચારી આંગડીયા પેઢીમાં પૈસા ભરવા બાઈક ઉપર જતા હતા, ત્યારે બાઈક ઉપર આવેલા માસ્કધારી લૂંટારુએ એક કર્મચારીને ચપ્પુ મારતા તે બાઈક સાથે પટકાયો હતો. બાદમાં લૂંટારુએ બીજાને ચપ્પુ બતાવી રોકડા રૂ.૨૦ લાખ ભરેલો થેલો ઝુંટવી લીધો હતો. બાઈક ઉપર ભાગી છૂટ્યો હતો. બનાવની જાણ થતા શહેરભરની પોલીસ દોડતી થઈ ગઈ હતી અને નાકાબંધી કરી લૂંટારુને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
રામપુરા રાજાવાડી ખાતે સુપ્રિમ ઓઈલના નામે ઓઈલનો ભાગીદારીમાં વેપાર કરતા અસલમભાઈના વર્ષો જુના બે કર્મચારી હમીદ અને અમીન નિત્યક્રમ મુજબ ઓફિસથી બાઈક ઉપર રોકડા રૂપિયા ૨૦ લાખ એક થેલામાં લઈ એક પાર્ટીને પેમેન્ટ આપવા તેમજ બહારગામના વેપારીઓને પેમેન્ટ ચૂકવવા આંગડીયા પેઢીમાં જમા કરાવવા નીકળ્યા હતા. તેઓ થોડે દૂર જ પહોંચ્યા હતા, ત્યારે રામપુરા ચાર રસ્તા પાસે લોકોની ભારે અવરજવર વચ્ચે એક બાઈક ઉપર માસ્ક પહેરીને આવેલા અજાણ્યાએ બાઈક ચલાવી રહેલા હમીદને જાંઘના ભાગે ચપ્પુ મારતા તે અને પાછળ બેસેલો અમીન બાઈક સાથે નીચે પટકાયા હતા. લૂંટ ચલાવી ત્યારે મહિધરપુરા પોલીસ અને આજુ બાજુ સ્ટેશન ની પોલીસ માણસો તાત્કાલિક તપાસમાં જોતરાઈ ગઈ હતી.ત્યારર મહિધરપુરા પોલીસે લૂંટ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. આ બનાવ અંગે લાલગેટ પોલીસે અમીનની ફરિયાદ નોંધવા હતી. પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી. જેમાં એક આરોપી ટ્રીપ આપનાર અને એક વ્યક્તિ સીસીટીવીમાં દેખાઈ રહેલ લૂંટારું છે. હાલમાં પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીના નામ (૧) તોસિફ ઉર્ફે ૧૦૮ ગુલામ અન્સારી (સીસીટીવી માં દેખાતા આરોપી) (૨) ગફરશા મલગસા દીવાન (ટ્રીપ આપનાર) છે.