ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડીન જોન્સનું મુંબઇમાં હાર્ટએટેકના કારણે નિધન

0
18
Share
Share

મુંબઇ,તા.૨૪

ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું ૫૯ વર્ષની ઉંમરે મુંબઈ ખાતે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. એલન બોર્ડરની કેપ્ટનશીપ હેઠળની અપરાજેય મનાતી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં ડીન જોન્સ આધારભૂત ખેલાડી ગણાતા હતા. હાલમાં ચાલી રહેલી ઈન્ડિયન પ્રિમિયર લિગ માં કોમેન્ટ્રી આપી રહેલા જોન્સ મુંબઈની સેવન સ્ટાર હોટેલમાં કોરોના સંબંધિત બાયો સિક્યોર બબલની સુરક્ષામાં હતા. ત્યાં હાર્ટ એટેક આવતાં તેમનું અવસાન થયું છે.

મેલબોર્નમાં જન્મેલા ડીન જોન્સે ૫૨ ટેસ્ટમાં ૧૧ સદી વડે ૩૬૩૧ રન કર્યા હતા. જ્યારે ૧૬૪ વન-ડે ઈન્ટરનેશનલમાં ૭ સદી અને ૪૬ ફિફ્ટીની મદદથી ૬૦૬૮ રન કર્યા હતા. ક્રિકેટના વન-ડે ફોર્મેટના તેઓ શ્રેષ્ઠ ખેલાડી ગણાતા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here