ઑક્સફોર્ડની કોરોના વૅક્સીનનું ટ્રાયલ ફરી થશે શરૂ, DCGIએ આપી મંજૂરી

0
22
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૬

કોરોના વાયરસ વેક્સીનને લઈ સારા સમાચાર આવ્યા છે. જલદી જ વેક્સીનનું ટ્રાયલ ફરીથી શરૂ કરી દેવામાં આવશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ આના માટે લીલી ઝંડી દેખાડી દીધી છે, જે બાદ કોરોના વેક્સીનનું ટ્રાયલ ફરીથી શરૂ કરી શકાશે.

DCGIના ડૉક્ટર વીજી સોમાનીએ મંગળવારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાને ઑક્સફોર્ડના કોવિડ-૧૯ વેક્સીનના ટ્રાયલને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે ૧૧ સપ્ટેમ્બરે વેક્સીનના ટ્રાયલમાં સામેલ એક સ્વયંસેવકની તબિયત બગડ્યા બાદ વેક્સીનના ટ્રાયલને રોકવું પડ્યું હતું. ડીજીસીઆઈએ સીરમ ઈન્સ્ટીટ્યૂટને નિર્દેશ જાહેર કરી પોતાના ટ્રાયલને રોકવા કહ્યું હતું. હવે DCGIએ પોતાના પહેલા આદેશને પાછો લેતા ફરી એકવાર વેક્સીન ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑક્સફોર્ડ અને દિગ્ગજ દવા કંપની એસ્ટ્રાજેનિકા ભારતમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ કરી રહી છે.

કોરોના વાયરસની આ વેક્સીનને ઑક્સફોર્ડ યૂનિવર્સિટી એસ્ટ્રાજેનિકા મળીને તૈયાર કરી રહી છે. જેના માટે ભારતના સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા સાથે કરાર છે. જણાવી દઈએ કે દુનિયાભરના વિવિધ દેશોમાં આ વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ૫૦ હજારથી વધુ લોકો આ વેક્સીનના ટ્રાયલમાં સામેલ છે. વેક્સીનને લઈ એસ્ટ્રાજેનિકાના સીઈઓ પાસ્કલ સૉરિયટે કહ્યું કે વેક્સીન વર્ષ ૨૦૨૦ના અંત સુધી અથવા આગામી વર્ષના શરૂઆત સુધી આવી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here